પુણેમાં પબના નવા વર્ષની પાર્ટીના આમંત્રણ પર વિવાદ, કોન્ડોમના પેકેટ મોકલ્યા
નવા વર્ષની શરૂઆતમાં અનેક જગ્યાએ પાર્ટીઓની તૈયારીઓ ચાલી રહી છે.મહારાષ્ટ્રના પુણેમાં એક પબ દ્વાર

નવા વર્ષની શરૂઆતમાં અનેક જગ્યાએ પાર્ટીઓની તૈયારીઓ ચાલી રહી છે.મહારાષ્ટ્રના પુણેમાં એક પબ દ્વારા આપવામાં આવેલા આમંત્રણને લઈને વિવાદ થયો છે.પબ દ્વારા આમંત્રિત લોકોને કોન્ડોમ સહિત અન્ય ઘણી વસ્તુઓ પણ મોકલવામાં આવી છે.હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
પુણેમાં નવા વર્ષની પાર્ટીના આમંત્રણ પર વિવાદ
પુણેના એક પબમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની પાર્ટીમાં આમંત્રણો સાથે કથિત રીતે મોકલવામાં આવેલા કોન્ડોમ અને ORS સોલ્યુશનના પેકેટો પર વિવાદ થયો હતો, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
કોન્ડોમના પેકેટ અને ORS સોલ્યુશનની તસવીરો સાથેનું આમંત્રણ વાઈરલ થયા બાદ મહારાષ્ટ્ર પ્રદેશ યુથ કોંગ્રેસે પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારને ફરિયાદ કરી હતી અને પબના મેનેજમેન્ટ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: આજે થર્ટી ફર્સ્ટ: અમદાવાદમાં 35થી વધુ ડાન્સ પાર્ટી; 9 હજાર જેટલો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત
મહારાષ્ટ્ર પ્રદેશ યુથ કોંગ્રેસના સભ્ય અક્ષય જૈને કહ્યું, 'અમે પબ અને નાઈટલાઈફની વિરુદ્ધ નથી. જો કે, યુવાનોને આકર્ષવા માટે આ પ્રકારની માર્કેટિંગ વ્યૂહરચના પુણે શહેરની પરંપરાઓ વિરુદ્ધ છે.અમે પોલીસ પાસેથી પબ મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.'
એક સીનિયર પોલીસ અધિકારીએ ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી હતી તેમણે કહ્યું, 'અમે કાર્યક્રમમાં હાજરી આપનારા ઘણા આમંત્રિતોના નિવેદન નોંધ્યા છે.'








