મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'યુવતિઓને રાત્રે બહાર ના મોકલવી જોઇએ', બંગાળના દુર્ગાપુર ગેન્ગરેપ કેસમાં મમતા બેનરજીના નિવેદન પર વિવાદ

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મેડિકલની વિદ્યાર્થિની સાથે ગેન્ગરેપની ઘટના બાદ મ

'યુવતિઓને રાત્રે બહાર ના મોકલવી જોઇએ', બંગાળના દુર્ગાપુર ગેન્ગરેપ કેસમાં મમતા બેનરજીના નિવેદન પર વિવાદ

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મેડિકલની વિદ્યાર્થિની સાથે ગેન્ગરેપની ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિવાદિત નિવેદન આપ્યું છે. મમતા બેનરજીએ કહ્યું કે યુવતિઓને રાત્રે બહાર ના મોકલવી જોઇએ.પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લામાં એક પ્રાઇવેટ મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સાથે ગેન્ગરેપની ઘટના બની હતી.

મમતા બેનરજીનું વિવાદિત નિવેદન

મમતા બેનરજીએ યુવતિ સાથે ગેન્ગરેપ ઘટનામાં કહ્યું કે, યુવતિઓએ રાત્રે બહાર ના નીકળવું જોઇએ. આ ઘટનામાં સરકારને ઘસેડવી યોગ્ય નથી, કારણ કે યુવતિની સુરક્ષાની જવાબદારી પ્રાઇવેટ મેડિકલ કોલેજની હતી.

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

યુવતિ ઓડિશાની છે અને રાત્રે પોતાના મિત્ર સાથે ડિનર માટે ગઇ હતી જે બાદ અચાનક ત્રણ અજાણ્યા શખ્સ ત્યાં પહોચી ગયા હતા અને મેડિકલ કોલેજ કેમ્પસ પાસે જ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ઘટના સમયે યુવતિની મિત્ર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગઇ હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટનામાં શંકાસ્પદ ભૂમિકાને કારણે અન્ય એક વ્યક્તિની પણ અટકાયત કરી છે.

પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીની ઓળખ છતી કરી નથી. પોલીસ અધિકારીએ કહ્યું, "અમે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી છે, તેમની પૂછપરછ ચાલી રહી છે. આ સંવેદનશીલ ઘટના છે અને વધુ જાણકારી પછી આપીશું.'

આ સમાચાર શેર કરો