મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધી-સિદ્ધારમૈયાના એનિમેટેડ વીડિયો પર વિવાદ, કોંગ્રેસે જેપી નડ્ડા-અમિત માલવીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

કર્ણાટક ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામ

રાહુલ ગાંધી-સિદ્ધારમૈયાના એનિમેટેડ વીડિયો પર વિવાદ, કોંગ્રેસે જેપી નડ્ડા-અમિત માલવીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

કર્ણાટક ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવેલા એક વીડિયોને લઇને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસે આ વીડિયોને લઇને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અમિત માલવીયા અને કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે કહ્યુ કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાહુલ ગાંધીનો વીડિયો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે નોંધાવી ફરિયાદ

કોંગ્રેસે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે કર્ણાટક ભાજપે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં કથિત અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને એક ખાસ ઉમેદવારને મત ના આપવા માટે ધમકાવવામાં આવી રહ્યાં છે.

આ વીડિયોનો ઇરાદો લોકો વચ્ચે દુશ્મનાવટ વધારવા, એસસી, એસટી સમુદાય વિરૂદ્ધ નફરત ફેલાવવાનો છે. આ વીડિયો આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને આ રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તે એક ધર્મ વિશેષનું સમર્થન કરી રહ્યાં છે અને એસસી, એસટી સમાજનું શોષણ કરી રહ્યાં છે.

કર્ણાટક ભાજપના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ ઇલેસ્ટ્રેશનનો વીડિયો છે જેમાં રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયાને એનિમેટેડ કેરેક્ટર તરીકે બતાવવામાં આવ્યા છે.

મહત્ત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં મુસ્લિમ અનામતને લઇને ભાજપ સતત પ્રહાર કરી રહ્યુ છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે મુસ્લિમોને ઓબીસી વર્ગમાં સામેલ કરી બીજા વર્ગ પાસેથી અનામત છીનવી લીધુ છે. આ બંધારણીય રીતે ખોટુ છે. જો ભાજપની સરકાર આવે છે તો તેને હટાવી દેશે.

આ સમાચાર શેર કરો