મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું? 'સંપ્રભુતા પર જોરદાર થપ્પડ', કોંગ્રેસે મોદી સરકારને લીધી આડેહાથ

ઈરાન ઈઝરાયલ યુદ્ધના કારણે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દ

તસવીર: gstv

ઈરાન ઈઝરાયલ યુદ્ધના કારણે અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસ સુધીની છૂટ આપતા કોંગ્રેસે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. અમેરિકા દ્વારા ભારત માટે લેવાયેલા આ નિર્ણયને આઝાદી અને સંપ્રભુતા પર જોરદાર થપ્પડ હોવાનો દાવો કર્યો છે. અમેરિકાના નાણામંત્રીએ કહ્યું છે કે ભારતને 30 દિવસ માટે રશિયા પાસેથી તેલની ખરીદી કરવાની મંજૂરી આપી છે. આ આપણી આઝાદી અને સંપ્રભુતા પર જોરદાર થપ્પડ છે, અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું? રાહુલ ગાંધી આ ઉર્જા સુરક્ષા અંગે સતત ચેતવણી આપી રહ્યા છે.

'સંપ્રભુતા પર જોરદાર થપ્પડ'

કોંગ્રસ નેતા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું કે, અમેરિકાના નાણામંત્રીએ મીડિયાને કહ્યું છે કે તેને ભારતને 30 દિવસ માટે રશિયા પાસેથી તેલની ખરીદી કરવાની મંજૂરી આપી છે. આ આપણી આઝાદી અને સંપ્રભુતા પર જોરદાર થપ્પડ છે, અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું? રાહુલ ગાંધી આ ઉર્જા સુરક્ષા અંગે સતત ચેતવણી આપી રહ્યા છે.

'અમેરિકન બ્લેકમેઇલ ક્યાં સુધી?'

બીજી તરફ જયરામ રમેશે પણ પોસ્ટ શેર કરતાં કહ્યું છે કે, ટ્રમ્પનો નવો ખેલ, દિલ્હીના મિત્રને કહ્યું કે તમે પુતિન પાસેથી તેલ મેળવી શકો છો, આ અમેરિકન બ્લેકમેઇલ ક્યાં સુધી ચાલુ રહેશે?

'મોદી વધુને વધુ નરમ પડી રહ્યા છે'

પ્રિયાંક ખડગેએ અમેરિકાની પરવાનગીથી X પર પોસ્ટ કરતી વખતે લખ્યું કે, ભારતને રશિયન તેલ ખરીદવાની મંજૂરી આપનારા યુએસ ટ્રેઝરી સેક્રેટરી ખરેખર કોણ છે? ભારત સરકાર આ બકવાસને કેમ સહન કરી રહી છે અને યુએસની દરેક હુકમ સામે કેમ ઝૂકી રહી છે? તેમની પાસે એવું તો શું છે કે જેના કારણે પીએમ નરેન્દ્ર મોદી વધુને વધુ નરમ પડી રહ્યા છે? ભાજપના જોકરોના શાસન હેઠળ આપણી વિદેશ નીતિ મજાક બની ગઈ છે. મોદી સરકારે થોડી હિંમત બતાવવી જોઈએ.
 
https://twitter.com/PriyankKharge/status/2029744191350493459

'વાહ રે શરણાગતિ'

ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું, 'તો હવે મોદી સરકારની એવી સ્થિતિ છે કે રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકા મંજૂરી આપે. વાહ રે શરણાગતિ,' અમેરિકાના આ વલણ પર કોંગ્રેસ શરૂઆતથી જ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે.
 
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ગ્લોબલ ઓઈલ માર્કેટ પર મોટું દબાણ સર્જાયું છે. આ દબાણને ઓછું કરવા માટે વૉશિંગ્ટને રશિયા પરના પ્રતિબંધોમાં થોડી ઢીલ આપી હતી. અમેરિકી વહીવટીતંત્રે ભારતને રશિયન ઓઈલના શિપમેન્ટ સ્વીકારવા માટે 30 દિવસની 'ટેમ્પરરી ડિસ્પેન્સેશન' (અસ્થાયી છૂટ) મંજૂર કરી છે. આ જાહેરાત કરતાં યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ(સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'ઈરાન વૈશ્વિક ઉર્જા બજારને બંધક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દબાણને ઓછું કરવા માટે, અમે ભારતને 30 દિવસની છૂટ આપી રહ્યા છીએ,'

આ સમાચાર શેર કરો