મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રાહુલ ગાંધીએ રાયબરેલી પસંદ કરવા અંગે કોંગ્રેસ નેતાએ શું કહ્યું? યુપીમાં વધશે ભાજપનું ટેન્શન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભા 2024ની ચૂંટણીમાં ઉત્તરમાં રાયબરેલી અને દક્ષિણ

VIDEO: રાહુલ ગાંધીએ રાયબરેલી પસંદ કરવા અંગે કોંગ્રેસ નેતાએ શું કહ્યું? યુપીમાં વધશે ભાજપનું ટેન્શન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભા 2024ની ચૂંટણીમાં ઉત્તરમાં રાયબરેલી અને દક્ષિણમાં વાયનાડ એમ બંને સીટો પરથી વિજેતા થયા છે. પરંતુ નિયમ પ્રમાણે કોઈ એક બેઠક ઉપરથી સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરી શકાય છે. રાહુલ ગાંધીએ રાયબરેલી સીટ જાળવી રાખી વાયનાડથી રાજીનામું આપશે. હવે કોંગ્રેસ નેતા સુપ્રિયાએ રાહુલ ગાંધીના આ નિર્ણય અંગે કહ્યું છે કે, બે આંખો, બે પરિવાર, બે ભાઈ બહેનમાંથી કોઈ એકની પસંદગી કરવી એક મુશ્કેલીભર્યો નિર્ણય હોય છે. એમ રાહુલ ગાંધી સામે રાયબરેલી અને વાયનાડ અંગે આ દુવિધા હતી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ વાયનાડના લોકોને વાયદો કર્યો હતો કે, મારા નિર્ણયથી બંને જગ્યાના લોકો ખુશ થશે. તો વાયનાડ પરિવારનું પ્રતિનિધિત્વ હવે પ્રિયંકા ગાંધી કરશે. પ્રિયંકાનો લોકો માટેનો અપાર સ્નેહ અને તેમના નેતૃત્વ ક્ષમતાથી કોણ વાકેફ નથી. પોતાના દમ પર સમગ્ર ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીને ચૂક કરાવી દીધા હતા. એ પછી મંગલસૂત્રનો મુદ્દો હોય કે ભેંસ લઈ જવા જેવી બેજવાબદાર મુદ્દાઓ કે પછી મુજરા જેવા અભદ્ર શબ્દ પ્રયોગોને તેમણે પૂરી શાલિનતાથી, ગરીમા થકી તેમણે મોદીની છબીને બેરંગ કરી દીધી.

કોંગ્રેસ પ્રવક્તાએ લખ્યું કે, મેં તેમને લડતા જોયા છે. સત્ય અને કોઈના હક માટે લડી લેવા તૈયાર હોય છે. કોઈનું દુઃખ જોઈ શકતી નથી. તેમના જેવી જવાબદારીનું વહન બીજા કોઈ ના કરી શકે. મોટા મુદ્દાઓ પર સારી પકડ હોવા સાથે નાની નાની બાબતોનું પુરતું ધ્યાન આપે છે. ઘણાં લોકોને તેમાં ઈન્દિરાની છબી જોવા મળે છે. મને તેમનામાં એક ઉન્મુક્ત,સાહસી, સહૃદયી અને સંઘર્ષ કરનારી યોદ્દા નજરે આવે છે. 

સુપ્રિયાએ આ દાવો કર્યો 

તેમણે લખ્યું- આ બાજુ રાહુલે એ પણ સાબિત કર્યું છે કે, ઉત્તર પ્રદેશ સાથે 5 પેઢીઓનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. પ્રયાગરાજમાંથી નીકળતા મૂળ અમેઠી-રાયબરેલી સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા છે. રાહુલનો આ માસ્ટરસ્ટ્રોક ભાજપને પરસેવો પાડશે. સીએસડીએસના સર્વે મુજબ આજે ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન માટે રાહુલ ગાંધી પ્રથમ પસંદગી છે. બહુ જલ્દી તમને આ નિર્ણયની અસર જોવા મળશે. આગામી 10 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીથી શરૂ થનારો આ ટ્રેન્ડ 2027માં આંધી બની જશે.

રાહુલ ગાંધીનું ઉત્તર પ્રદેશમાં સતત રોકાણ અડધી પડી ગયેલી ભાજપનો સંપૂર્ણ સફાયો કરી દેશે, હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું. જરા વિચારો, જ્યાં ભાજપ રાહુલ ગાંધીને ગૃહમાં એકલા હાથે નથી સંભાળી શકતું ત્યાં પ્રિયંકા ગાંધી અને ભારતના અન્ય મજબૂત સહયોગીઓનો સાથ મળતાં ભાજપનું શું થશે?  

આ સમાચાર શેર કરો