મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ટ્રમ્પ પર ભડક્યા કોંગી નેતા શશી થરૂર, કહ્યું- 'ભારત તેના નિર્ણયો પોતે જ લેશે, તમારે ચંચુપાત...'

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્

ટ્રમ્પ પર ભડક્યા કોંગી નેતા શશી થરૂર, કહ્યું- 'ભારત તેના નિર્ણયો પોતે જ લેશે, તમારે ચંચુપાત...'

 કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર સખત વાંધો ઉઠાવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે.’ ત્યારે આ મામલે થરૂરે ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારત તેના નિર્ણયો પોતે જ કરશે : થરૂર

સાંસદ થરૂરે સ્પષ્ટ કહ્યું કે, ‘મને નથી લાગતું કે, મિસ્ટર ટ્રમ્પ દ્વારા ભારતના નિર્ણયોની જાહેરાત કરવી યોગ્ય છે. ભારત તેના નિર્ણયો પોતે જ કરશે અને પોતે જ દુનિયાને જણાવશે. અમે દુનિયાને કહેતા નથી કે, મિસ્ટર ટ્રમ્પ શું કરશે, તેથી ટ્રમ્પે પણ ન બોલવું જોઈએ કે ભારત શું કરશે.’ 

ટ્રમ્પ-મોદી વચ્ચે થઈ હતી ટેલિફોનિક વાતચીત

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે (21 ઓક્ટોબર) ફોન પર વાતચીત થઈ હતી. રિપોર્ટ મુજબ બંને નેતાઓએ વ્યાપારી મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. થોડા મહિના પહેલા જ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી અને રશિયા તે ક્રૂડ ઓઈલના નાણા યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરતું હોવાથી ટ્રમ્પ નારાજ હતા, જેના કારણે તેમણે ભારત પર મસમોટો ટેરિફ ઝિંકેલો છે.

ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી : ટ્રમ્પનો દાવો

વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ટ્રમ્પે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, ‘મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરી. અમારા વચ્ચે ખૂબ સારા સંબંધો છે. તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદે. તેઓ (મોદી) ઈચ્છે છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થાય અને હું પણ એવું ઈચ્છું છું. તેમણે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી દીધી છે અને હજુ પણ ઘટાડી રહ્યા છે.’

આ સમાચાર શેર કરો