કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે 26 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર
દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર ક

દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 26 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
મંગળવારે મોડી સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 35 બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, 26 બેઠકો પર ઉમેદવારોના નામ જ મંજૂર થયા હતા. બાકીની 9 બેઠકો હાલમાં પેન્ડિંગ રાખવામાં આવી છે. દિલ્હી ચૂંટણીને લઈને કોંગ્રેસ સીઈસીની આ બીજી બેઠક હતી.






