મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદીની માતાના AI વીડિયોને લઇને કોંગ્રેસની મુશ્કેલી વધી, ભાજપે નોંધાવી ફરિયાદ

બિહાર કોંગ્રેસ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનો AI વીડિયો શેર કરાયો હતો, આ વ

PM મોદીની માતાના AI વીડિયોને લઇને કોંગ્રેસની મુશ્કેલી વધી, ભાજપે નોંધાવી ફરિયાદ

બિહાર કોંગ્રેસ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનો AI વીડિયો શેર કરાયો હતો, આ વીડિયોને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપે આ મામલે દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસે કોંગ્રેસ અને કોંગ્રેસ IT સેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ભાજપનો આરોપ છે કે, આ નકલી વીડિયોનો ઉપયોગ રાજનીતિક પ્રોપેગેન્ડા ફેલાવવા અને જનતાને ગુમરાહ કરવા માટે કરાયો. ભાજપે આ વીડિયોને વડાપ્રધાનની માતા, મહિલાઓ અને ગરીબોનું અપમાન ગણાવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને સંબંધિત ડિઝિટલ પૂરાવા એકઠા કરાઈ રહ્યા છે.

AI વીડિયોથી રાજનીતિ ગરમાઈ

આ વિવાદના કારણે મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધી રાજનીતિ ગરમાઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ વિરૂદ્ધ રોડ પર પ્રદર્શન કર્યું અને તેને માતૃશક્તિનું અપમાન ગણાવ્યું. કાર્યકર્તાઓએ ચેતવણી આપી છે કે કોંગ્રેસ ફરી આવું પગલું ભરે તો કડક આંદોલન થશે. પુણે, સંભાજીનગર અને મુંબઈમાં પણ પ્રદર્શન થયા હતા.

ભાજપે નિશાન સાધ્યું

ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ આ વીડિયો પર પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર વડાપ્રધાન મોદીની માતાનું અપમાન કરી રહી છે.' ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે, 'કોંગ્રેસને આ વીડિયો પર શરમ આવવી જોઈએ. તેમણે ફરી એકવાર વડાપ્રધાન મોદીની માતાનું અપમાન કર્યું છે, જે હવે આ દુનિયામાં નથી. કોંગ્રેસના નેતાઓએ આ વીડિયો માટે માફી માગવી જોઈએ.'

આ સમાચાર શેર કરો