મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમેરિકાથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળ્યા વંદા,જાણો એરલાઈને શું કહ્યું

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં વંદા મળ્યા બાદ હો

અમેરિકાથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળ્યા વંદા,જાણો એરલાઈને શું કહ્યું

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં વંદા મળ્યા બાદ હોબાળો મચી ગયો હતો. આ ઘટના અંગે વિવાદ વધ્યા બાદ એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને માફી માંગી છે. એરલાઈને કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.

એરલાઈન કંપનીએ કહ્યું કે, 'સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ જઈ રહેલી ફ્લાઇટ AI180 માં બે મુસાફરોએ કેટલાક નાના વંદાઓ જોયા બાદ અસ્વસ્થતા અનુભવી હતી. અમારા કેબિન ક્રૂએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને બંને મુસાફરોની સીટ બદલી આપી હતી, જ્યાં તેમને કોઈ મુશ્કેલી ન આવે.'

કોલકાતામાં થઈ હતી વિમાનની સફાઈ: એર ઈન્ડિયા

એર ઈન્ડિયાએ કહ્યું કે જ્યારે વિમાનને ડીઝલ ભરવા માટે કોલકાતામાં લેન્ડ કરવામાં આવ્યું, ત્યારે અમારી ગ્રાઉન્ડ ટીમે વિમાનને સારી રીતે સાફ કર્યું જેથી વિમાનમાં હાજર વંદાઓને ત્યાંથી દૂર કરી શકાય. આ પછી, તે જ વિમાન સમયસર મુંબઈ માટે રવાના થયું.

આ ઘટનાની તપાસ કરાશે: એરલાઇન

એરલાઇન કંપનીએ સ્પષ્ટતા કરી કે અમે નિયમિતપણે વિમાનોનું ફ્યુમિગેશન કરીએ છીએ, છતાં ક્યારેક ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન જીવજંતુઓ વિમાનમાં ઘૂસી જાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયા આ ઘટનાની વિગતવાર તપાસ કરશે જેથી જાણવા મળે કે વંદો વિમાનમાં કેવી રીતે ઘૂસ્યો.

વિમાનમાં વંદો મળી આવ્યા બાદ એર ઇન્ડિયાએ માફી માંગી

એર ઇન્ડિયાએ કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અમે યોગ્ય પગલાં લઈશું. આ ઘટના માટે માફી માંગતા, એરલાઇન કંપનીએ કહ્યું કે મુસાફરોને થયેલી કોઈપણ અસુવિધા માટે અમે દિલથી માફી માંગીએ છીએ.

આ સમાચાર શેર કરો