મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઓપરેશન મહાદેવમાં ઢેર થયેલા ત્રણેય આતંકવાદી પાકિસ્તાની, મળ્યા આ દસ્તાવેજો

ગયા મહિને 28 જુલાઈના રોજ જમ્મુ અને કાશ્મીરના દાચીગામમાં મહાદેવ હિલ્સમાં જંગલો વચ્ચે 'ઓપરેશન

ઓપરેશન મહાદેવમાં ઢેર થયેલા ત્રણેય આતંકવાદી પાકિસ્તાની, મળ્યા આ દસ્તાવેજો

ગયા મહિને 28 જુલાઈના રોજ જમ્મુ અને કાશ્મીરના દાચીગામમાં મહાદેવ હિલ્સમાં જંગલો વચ્ચે 'ઓપરેશન મહાદેવ' દરમિયાન માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક હતા. તેમની પાસેથી મળેલા સરકારી ઓળખપત્ર અને બાયોમેટ્રિક ડેટા દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે. આ ત્રણેય આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના સભ્યો હતા અને ત્રણેય પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતા. સુરક્ષા દળો દ્વારા એકત્ર કરાયેલા પુરાવાઓ આની સાબિતી આપે છે. પહેલગામમાં હુમલો કર્યા બાદ આતંકીઓ દાચીગામ-હરવાન જંગલ વિસ્તારમાં છુપાઈને રહ્યા હતા.

 સુરક્ષા દળોને મળેલા પુરાવા મુજબ પહેલગામમાં થયેલા ગોળીબારમાં કોઈ સ્થાનિકે આ આતંકીઓને મદદ કરી નહોતી. 28 જુલાઈના રોજ ઓપરેશન મહાદેવમાં સુરક્ષા દળોએ જે ત્રણ આતંકવાદીઓને માર્યા તે મુજબ A++ લશ્કર કમાન્ડર સુલેમાન શાહ પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને મુખ્ય શૂટર હતો, જ્યારે હમઝા અને યાસીર એ-ગ્રેડ લશ્કર કમાન્ડર હતા. ગોળીબાર દરમિયાન હમઝા બીજો બંદૂકધારી હતો, જ્યારે યાસીર ત્રીજો બંદૂકધારી હતો જેની પાસે હુમલા દરમિયાન અન્ય બેને સુરક્ષિત રાખવાની જવાબદારી હતી.

પાકિસ્તાની સરકારી દસ્તાવેજો મળ્યા

રિપોર્ટ પ્રમાણે કે આ આતંકવાદીઓના મૃતદેહમાંથી પાકિસ્તાની સરકારી દસ્તાવેજોમાં મતદાર ઓળખ કાર્ડ અને સ્માર્ટ ઓળખ ચિપ્સ પણ મળી આવ્યા જે પાકિસ્તાની હોવાની પુષ્ટિ કરે છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી રિપોર્ટ મુજબ સુલેમાન શાહ અને અબુ હમઝાના ખિસ્સામાંથી પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી બે મતદાર સ્લિપ મળી આવી હતી. સ્લિપ પરના મતદાર નંબરો અનુક્રમે લાહોર (NA-125) અને ગુજરાનવાલા (NA-79) ની મતદાર યાદીઓ સાથે મેળ ખાય છે.

સેટેલાઇટ ફોનમાંથી મેમરી કાર્ડ મળ્યું

સુરક્ષા દળોએ આતંકવાદીઓના ક્ષતિગ્રસ્ત સેટેલાઇટ ફોનમાંથી એક મેમરી કાર્ડ પણ જપ્ત કર્યું છે, જેમાં ત્રણ વ્યક્તિઓના NADRA બાયોમેટ્રિક રેકોર્ડ હતા. જેમાં ફિંગરપ્રિન્ટ્સ, ફેસ આઈડી સહિતની માહિતી થકી પાકિસ્તાની હોવાનો ખુલાસો થયો છે. પાકિસ્તાની નાગરિકતા અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં રાવલકોટ નજીક ચાંગા મંગા (કાસુર જિલ્લો) અને કોઈયાન ગામમાં તેમના સરનામાંની પુષ્ટિ કરે છે.

આ સમાચાર શેર કરો