મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? પરિણામ પહેલા જ આ બે પાર્ટીએ કર્યો દાવો

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પહેલા

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? પરિણામ પહેલા જ આ બે પાર્ટીએ કર્યો દાવો

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પહેલા મહાવિકાસ અઘાડીના નેતાઓમાં મુખ્યમંત્રી પદને લઇને દાવા કરી રહ્યાં છે જેને કારણે વિવાદ ઉભો થયો છે.

નવી સરકારમાં કોંગ્રેસનો CM બનશે- નાના પટોલે

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, નવી સરકારમાં કોંગ્રેસનો મુખ્યમંત્રી બનશે. બીજી તરફ INDIA ગઠબંધનના સહયોગી અને શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે નાના પટોલેના નિવેદન પર કહ્યું કે, અમે નહીં માનીયે.

મુખ્યમંત્રી ફેસને લઇને નાના પટોલે અને સંજય રાઉત આમને-સામને

નાના પટોલેએ કહ્યું, 'મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતૃત્ત્વમાં અઘાડીની સરકાર બનશે. રાજ્યમાં કોંગ્રેસના સૌથી વધુ ધારાસભ્ય ચૂંટાશે.' મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના આ નિવેદનને સંજય રાઉતે ફગાવી દીધો છે. શિવસેના (UBT) સાંસદે કહ્યું, 'અમે નહીં માનીયે...કોઇ નહીં માને..અમે લોકો બેસીને નક્કી કરીશું...અઘાડીની સરકાર બાદમાં બેસીને નક્કી કરશે. જો નાના પટોલેને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખડગેએ કહ્યું હોય કે તમે મુખ્યમંત્રી બનશો તો તેમને જાહેરાત કરવી જોઇએ.'

આ પ્રથમ વખત નથી જ્યારે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ થયો ના હોય. હરિયાણામાં કોંગ્રેસની હાર પર શિવસેના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી હતી જે બાદ મહાવિકાસ અઘાડીની બેઠક પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ પલટવાર કર્યો હતો.

મહારાષ્ટ્રમાં 65 ટકા મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 65 ટકા જેટલું મતદાન થયું છે. સત્તા પર ભાજપના નેતૃત્ત્વ ધરાવતુ મહાયુતિ ગઠબંધન આવશે કે પછી મહા વિકાસ અઘાડી આવશે તે 23 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ જ નક્કી થશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ, જુઓ શું કહે છે Exit Poll

મહારાષ્ટ્રમાં મહાયુતિ અને MVA વચ્ચે ટક્કર

મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ, શિંદે જૂથ, અજિત જૂથ) અને મહાવિકાસ અઘાડી (ઉદ્ધવ જૂથ, શરદ જૂથ અને કોંગ્રેસ) વચ્ચે ટક્કર છે. મહાયુતિ ગઠબંધનમાં ભાજપ 149 બેઠક, શિવસેના 81 બેઠક પર અને અજિત પવારની NCP 59 બેઠક પર ચૂંટણી લડી રહી છે. MVAમાં કોંગ્રેસે 101, શિવસેના (UBT)એ 95 અને શરદ પવારની આગેવાની ધરાવતી NCP 86 બેઠક પર ચૂંટણી લડી હતી. મહારાષ્ટ્રની ચૂંટણીમાં 4,136 ઉમેદવાર મેદાનમાં હતા.

આ સમાચાર શેર કરો