ખુલ્લી ઓફર મળ્યા બાદ થઈ મુલાકાત, ઉદ્ધવ ફડણવીસ વચ્ચે બંધ બારણે 20 મિનિટ બેઠક
મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસે

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ બંધબારણે બેઠક કરી હતી. વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેની ચેમ્બરમાં લગભગ 20 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. આ બેઠકમાં આદિત્ય ઠાકરે પણ હાજર હતા. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે એક દિવસ પહેલા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને સરકારમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.
નવા રાજકીય સમીકરણો
આ બેઠક અંગે બંને નેતાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ બેઠકને મહારાષ્ટ્રના રાજકારણમાં સંભવિત નવા સમીકરણોના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા પદ, રાજ્યમાં ત્રિભાષી નીતિ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ફડણવીસે ગઈકાલે આપી હતી આ ઓફર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જાહેરમાં તેમના જૂના સાથી ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદમાં શાસક પક્ષમાં જોડાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આખા ગૃહે આ પ્રસ્તાવની મજાક ઉડાવી હતી છતાં શિવસેના (UBT)ના વડાએ કોઈ જવાબ નહોતો આપ્યો. જોકે ફડણવીસની આ ઓફર અંગે ઉદ્ધવ ઠાકરેએ પાછળથી મીડિયાને કહ્યું કે કેટલીક બાબતોને મજાક તરીકે લેવી જોઈએ.
ફડણવીસે શું કહ્યું હતું
મુખ્યમંત્રી ફડણવીસે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેના કાર્યકાળ પૂર્ણ થવાના વિદાય સમારંભ કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેને શાસક પક્ષમાં જોડાવાનો પ્રસ્તાવ મૂકતી વખતે ફડણવીસે કહ્યું હતું કે, 'જુઓ ઉદ્ધવજી, 2029 સુધી અમારો ત્યાં (વિપક્ષમાં) આવવાનો કોઈ અવકાશ નથી. પરંતુ તમે અહીં (શાસક પક્ષમાં) આવી શકો છો, આના ઉપર વિચાર કરી શકો છો. આ મુદ્દે આપણે અલગથી વિચારીશું.






