VIDEO: 'દિલ્હી કૂચ'નો આરંભ થતાં ખેડૂતોએ બેરિકેડ હટાવ્યા, પોલીસનો ટીયરગેસનો મારોઃ ઈન્ટરનેટ બંધ
છેલ્લા 8 મહિનાથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો ફરી એકવાર દ

છેલ્લા 8 મહિનાથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો ફરી એકવાર દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 101 ખેડૂતોનું જૂથ બપોરે 1 વાગ્યાથી દિલ્હી જવા માટે નીકળી ગયું છે. ખેડૂતોના આંદોલનને જોતા હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર સુરક્ષા કડક કરી દીધી હતી.
આ પણ વાંચોઃ દિલ્હી બોર્ડરો જડબેસલાક, અંબાલામાં ઈન્ટરનેટ બંધ, ખેડૂત આંદોલનથી ગભરાઈ સરકાર
ખેડૂતો જેવા જ આગળ વધ્યાં તો મામલો બીચક્યો
શંભુ બોર્ડર પર ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કરતાં જ મામલો બીચક્યો હતો. તેમણે બેરિકેડનું એક લેયર હટાવ્યું અને આગળ વધવા લાગ્યા. આ દરમિયાન ખેડૂતોને રોકવા માટે પોલીસે તાત્કાલિક ટીયરગેસનો મારો ચલાવ્યો હતો અને ભીડને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક ખેડૂતની અટકાયત પણ કરી લેવામાં આવી હતી.
હરિયાણાના મંત્રી અનિલ વિજ ભડક્યાં
ખેડૂતોના દેખાવો પર ટિપ્પણી કરતાં હરિયાણાના મંત્રી અનિલ વિજે સવાલ કર્યો કે શું ખેડૂતોએ મંજૂરી લીધી હતી? તેમને મંજૂરી વિના દિલ્હી કેવી રીતે જવા દઈએ? જો મંજૂરી મળશે તો જ તેમને દિલ્હી જવા દેવાશે.
અંબાલામાં 9 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ
ખેડૂતોના આંદોલનને જોતા અંબાલામાં આજથી 9મી ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે અંબાલાના ડાંગદેહરી, લોહગઢ, માનકપુર, દાડિયાના, બારી ઘેલ, લહાર્સ, કાલુ માજરા, દેવી નગર, સદ્દોપુર, સુલતાનપુર અને કાકરૂ ગામોના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.






