'ઉરી હાઈડ્રો પ્લાન્ટ' પર પાકના હુમલાને બનાવ્યો હતો નિષ્ફળ, CISFએ ઓપરેશન સિંદૂરમાં દેખાડ્યો હતો દમ
ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યાના થોડા કલાકોમાં જ વળતો હુમલો કરતા

ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યાના થોડા કલાકોમાં જ વળતો હુમલો કરતા LoC નજીક સ્થિત ભારતના ઉરી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટને નિશાન બનાવ્યો હતો. જોકે, આ હુમલાને CISF નિષ્ફળ બનાવ્યો હતો. તેના હુમલામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ મંગળવારે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. CISF એ તે રાત્રે તેમની અસાધારણ બહાદુરી દર્શાવનારા અને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરનારા 19 કર્મચારીઓનું સન્માન કર્યું હતું.
CISF અનુસાર, ભારતીય સેનાએ 6-7 મે, 2025 ની મધ્યરાત્રિએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરાયું હતું.જેમાં નાગરિકોના મોત થયા હતા. બદલામાં, પાકિસ્તાની સેનાએ ભારતીય પ્રદેશ પર તીવ્ર અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.
LoCથી થોડા કિલોમીટર દૂર આવેલા ઉરી હાઇડ્રો-પાવર પ્રોજેક્ટને પણ પાકિસ્તાને ટાર્ગેટ કર્યો હતો. કમાન્ડન્ટ રવિ યાદવના નેતૃત્વ હેઠળના CISF યુનિટે ભારે તોપમારો છતાં અસાધારણ હિંમત અને ધૈર્યપૂર્વ પ્રદર્શન કર્યું. CISF જવાનોએ બહાદૂરીપૂર્વક સતર્કતાથી દુશ્મનના ડ્રોનને બેઅસર કરી દીધા. શસ્ત્રોના સંભવિત વિનાશને રોકવા માટે અસ્ત્ર શસ્ત્ર ભંડારને પણ સુરક્ષિત કર્યા.
તોપમારા દરમિયાન રહેણાંક સંકુલ નજીક શેલ પડ્યા હોવા છતાં CISF જવાનોએ ઘરે ઘરે જઈને નાગરિકોને બહાર કાઢીને સુરક્ષિત બંકરોમાં લઈ ગયા. એક અધિકારીએ જણાવ્યું કે લગભગ 250 નાગરિકોને કોઈ પણ જાનમાલના નુકસાન વિના બહાર કાઢવામાં આવ્યા હતા.
CISF ડિરેક્ટર જનરલે મંગળવારે નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં આ 19 કર્મચારીઓને પ્રતિષ્ઠિત ડિરેક્ટર જનરલ ડિસ્કથી સન્માનિત કર્યા. જે ફોર્સના સર્વોચ્ચ સન્માનોમાંનો એક છે.








