મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

તમિલનાડુના કરૂર ભાગદોડ દુર્ઘટનાની તપાસ CBI કરશે, SCએ આપ્યા ત્રણ સભ્યોની સમિતિ બનાવવાના આદેશ

સુપ્રીમ કોર્ટે 27 સપ્ટેમ્બરે તમિલગા વેત્રી કષગમ (TVK) પ્રમુખ અને અભિનેતા વિજયની રેલી દરમિયાન કરૂરમાં

તમિલનાડુના કરૂર ભાગદોડ દુર્ઘટનાની તપાસ CBI કરશે, SCએ આપ્યા ત્રણ સભ્યોની સમિતિ બનાવવાના આદેશ

સુપ્રીમ કોર્ટે 27 સપ્ટેમ્બરે તમિલગા વેત્રી કષગમ (TVK) પ્રમુખ અને અભિનેતા વિજયની રેલી દરમિયાન કરૂરમાં ભાગદોડની ઘટનામાં CBI તપાસના આદેશ આપ્યા છે. આ દુર્ઘટનામાં 41 લોકો માર્યા ગયા હતા અને કેટલાક અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચીફ જસ્ટિસ જે.કે.માહેશ્વરી અને ન્યાયમૂર્તિ એન.વી.અંજારિયાની પીઠે ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શી તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવાના આદેશ પણ આપ્યા છે.આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અજય રસ્તોગી કરશે.

કેવી રીતે બની હતી દુર્ઘટના?

ભારે ભીડ અને સુરક્ષા વ્યવસ્થાની કમીને કારણે આ દુર્ઘટના બની હતી. કરૂરમાં યોજાયેલી રેલીમાં વિજય લોકોને સંબોધતો હતો. ભીડ અચાનક બેકાબૂ બની ગઇ અને કેટલાક લોકો જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા નીચે પડીને ઘાયલ થયા હતા. કેટલાક લોકો બેભાન થયા હતા. વિજયે ભીડને સંભાળવા માટે પોતાનું ભાષણ રોકી દીધુ હતું અને પ્રચાર બસની ઉપરથી લોકોને પાણી પહોંચાડ્યું હતું. આ જોઇને ભીડ શાંત થઇ હતી.

તમિલનાડુ સરકારે મૃતકોના પરિવારજનો માટે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિજય તમિલ સિનેમાનો જાણીતો અભિનેતા છે અને હવે રાજકારણમાં ઉતર્યો છે. વિજયની રેલીમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થાય છે. TVK આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાગ લઇ શકે છે.

 કરૂર ભાગદોડ કેસની CBI કરશે તપાસ

CBI દુર્ઘટનાનું સાચુ કારણ શોધવાનો પ્રયાસ કરશે અને જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ તપાસને સ્વતંત્ર અને નિષ્પક્ષ રાખવાનો આદેશ આપ્યો છે. આ રીતે કરૂર ભાગદોડે રાજ્યમાં રાજકીય રેલીઓ અને સાર્વજનિક આયોજનોમાં સુરક્ષાની સ્થિતિને લઇને ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

આ સમાચાર શેર કરો