મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ખેડૂતોને મોટી ભેટ: 14 ખરીફ પાકો પર MSP વધારવા મોદી કેબિનેટે આપી મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા

ખેડૂતોને મોટી ભેટ: 14 ખરીફ પાકો પર MSP વધારવા મોદી કેબિનેટે આપી મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં  બુધવારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે 14 ખરીફ પાકો પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધારવાને મંજૂરી આપી છે. 

કેન્દ્ર સરકારે બુધવારે ખરીફ પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) વધારવાની જાહેરાત કરી છે. આ પાકોમાં રાગી, બાજરી, મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘અગાઉ ડાંગરની MSP રૂ.2183 રૂપિયા હતી, જોકે તેમાં વધારો કરીને 2300 રૂપિયા કરવામાં આવી છે.

કપાસની પણ નવી એમએસપી જાહેર કરાઈ

તેમણે કહ્યું કે, કપાસની નવી MSP રૂ.7121 જ્યારે તેની બીજી જાત માટે નવી 7521 રૂપિયા નિર્ધારીત કરાઈ છે, જે અગાઉની એમએસપી કરતાં 501 રૂપિયા વધુ છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં બે લાખ નવા ગોડાઉન બનાવવામાં આવશે. નવી એમએસપી પર બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ગત પાક સિઝનમાં એમએસપી પર આશરે 1.65 લાખ રૂપિયા ખર્ચ કરાયો હતો.

MSP એટલે શું?

ખેડૂતોને ફાયદો પહોંચાડવા અને તેમને કોઈપણ નુકસાનથી બચાવવા માટે પાકો પર લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થા ઘણા વર્ષોથી ચાલી રહી છે. કેન્દ્રીય સરકાર પાકોના મિનિમમ ભાવ નક્કી કરે છે જેને MSP કે પછી લઘુત્તમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. તેને એક ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ. જો ક્યારેય પાકના ભાવ બજારના હિસાબથી ઓછા આવે છે, ત્યારે પણ સરકાર MSP પાકોને ખરીદે છે. 

આ સમાચાર શેર કરો