ઉત્તરપ્રદેશમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની બસનો અકસ્માત , 3ના મોત, 50 ઈજાગ્રસ્ત
હરિદ્વારથી અયોધ્યા ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે

હરિદ્વારથી અયોધ્યા ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બસની ટ્રોલી સાથે ટક્કર બાદ ત્રણ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે 50 જેટલા ગુજરાતીઓને ઇજા પહોંચી છે. જેમાં 2 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે.
અકસ્માતમાં ભોગ બનેલા ગુજરાતીઓ દાદાર નગર હવેલીના
બસ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને સૈફઇ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લાની હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનેલા ગુજરાતીઓ દાદાર નગર હવેલીના રહેવાનું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તીર્થયાત્રાએ નિકળ્યા હતા. આ લોકો કાશી વિશ્વનાથના દર્શન કરીને અયોધ્યા જઇ રહ્યા હતા. ત્યારે ફિરોજાબાદ જિલ્લામાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર માઇલ્સ્ટોન 54 પાસે અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : 'રામમંદિરથી લઈને આર્ટિકલ 370', CJI ડીવાય ચંદ્રચૂડના 10 ઐતિહાસિક નિર્ણયો
અયોધ્યાથી મથુરા જઇ રહ્યા હતા શ્રદ્ધાળુઓ
પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ લોકો અયોધ્યાથી મથુરા જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓ
- તારાબેન નિવાસી ચંદૌરિયા અમદાવાદ (68 વર્ષ)
- પરાફૂલ (69 વર્ષ)
- વિલાસ પાન (63 વર્ષ)
- સીતારામ (62 વર્ષ)
- સુરેન્દ્રાબેન (55 વર્ષ)
- દૌવા (60 વર્ષ)
- મધુબેન (74 વર્ષ)
- માર્ગી પટેલ (45 વર્ષ)
- કાંતિલાલ (81 વર્ષ)
- ખેમીબેન (72 વર્ષ)
- આશાબેન (44 વર્ષ)
- હર્ષાબેન (63 વર્ષ)
- નાથાભાઈ ( 74 વર્ષ)
- જયાબેન (60 વર્ષ)
- લીલાબેન (61 વર્ષ)
- સુમિતાબેન (35)
- દુર્ગાબેન (60)
- વિજય ત્રિવેદી (37 વર્ષ)
- કલ્પનાબેન (37 વર્ષ)
- સરિતાબેન (60 વર્ષ)
- ઉષાબેન (54 વર્ષ)
- નવીનભાઈ (72 વર્ષ)
- મુસ્કાન (18 વર્ષ)
- ખુશ્બુ (18 વર્ષ)
- હર્ષ ભાઈ (47 વર્ષ)
- પ્રજ્ઞેશભાઇ (37 વર્ષ)
- હસુમતીબેન મોદી (40 વર્ષ)
- કાંતાબેન (55 વર્ષ)
- હિરેન્દ્રસિંહ (45 વર્ષ)
- કાળુભાઇ ( 27 વર્ષ)
- બંધન હીરા (44 વર્ષ)
- પીરભા (61 વર્ષ)
- મહરિયા (54 વર્ષ)
- બાબરલા( 32 વર્ષ)
- દુલેશ્વર ( 13 વર્ષ)
- દુર્ગેશસિંહ રણૌત, ઉદેપુર (41 વર્ષ)
- હંસાબેન (60 વર્ષ)
- હરસિત (61 વર્ષ)
- લલ્લન (60 વર્ષ)








