મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વિમાનમાં બોમ્બની ધમકી આપનારા 'નો ફ્લાઇટ લિસ્ટ'માં મુકવામાં આવશે, સરકારનું કડક વલણ

દેશભરમાં સતત એરપોર્ટ અને વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં વધારો થયો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે દેશભ

વિમાનમાં બોમ્બની ધમકી આપનારા 'નો ફ્લાઇટ લિસ્ટ'માં મુકવામાં આવશે, સરકારનું કડક વલણ

દેશભરમાં સતત એરપોર્ટ અને વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં વધારો થયો છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરના એરપોર્ટમાં આવતી ફ્લાઇટમાં સ્કાઇ માર્શલની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રાલયના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે એરપોર્ટ અને વિમાનમાં વધતા ખતરાનું આકલન અને જાસુસી એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ બાદ સ્કાઇ માર્શલની સંખ્યા ડબલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

72 કલાકમાં 14 ફ્લાઇટને મળી ધમકી

ત્રણ દિવસમાં અત્યાર સુધી કૂલ 14 વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેનાથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.જોકે, તપાસમાં આ તમામ ધમકી ખોટી સાબિત થઇ છે. સરકાર હવે આ ઘટનાને લઇને એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગૃહમંત્રાલયે ફેક બોમ્બ ધમકીઓ પર નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) સાથે ચર્ચા કરી છે. મળતી માહિતી અનુસાર BCASની સાથે MoCAની ચર્ચામાં નિર્ણય લેવામાં આવ્યો કે એજન્સીઓ સાથે મળીને ધમકી આપનારાની ઓળખ કરી તેમને નો-ફ્લાય ઝોનમાં સામેલ કરવામાં આવશે.

બોમ્બની ધમકી આપનાર સગીરની ધરપકડ

વિમાનમાં બોમ્બની ધમકી આપનાર મુંબઇના એક સગીરની પોલીસે ધરપકડ કરી છે. સગીર પોતાના મિત્રના નામથી સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ બનાવીને વિમાનમાં બોમ્બની અફવા ફેલાવતો હતો. કહેવામાં આવે છે કે સગીર પોતાના મિત્રને ફસાવવા માંગતો હતો માટે તેને આવું પગલું ભર્યું હતું. સગીરે 4 વિમાનમાં બોમ્બની અફવા ફેલાવી હતી.

શું હોય છે સ્કાય માર્શલ?

એરપોર્ટ અને વિમાનમાં ડબલ કરવામાં આવનારા સ્કાય માર્શલની વાત કરીએ તો આતંકવાદ વિરોધી અને અપહરણ વિરોધી ઉપાયોમાં જાણકારી રાખનારા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ની એકમને મુખ્ય રીતે આંતરરાષ્ટ્રીય માર્ગ અને કેટલાક સંવેદનશીલ ઘરેલુ માર્ગ પર સ્કાય માર્શલ તૈનાત કરવામાં આવે છે. સ્કાય માર્શલ સશસ્ત્ર સાદા કપડામાં સુરક્ષા અધિકારી હોય છે જે પેસેન્જર વિમાનમાં મુસાફરી કરે છે. મહત્ત્વપૂર્ણ છે કે ભારતમાં સ્કાય માર્શલ અથવા ફ્લાઇટ માર્શલની શરૂઆત 1999માં કંદહારમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ IC814ના અપહરણ બાદ ભવિષ્યમાં અપહરણને રોકવા માટે કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો