મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઝારખંડમાં ભાજપ 68, AJSU 10 બેઠકો પર ચૂંટણી લડશે, NDAની સીટ વહેંચણી અંગે કહી આ વાત

BJP's Jharkhand assembly election NDA seat sharing | ઝારખંડમાં ચૂંટણી જાહેર થતાં જ NDA ગઠબંધનની સીટ શેરિંગ ફોર્મ્યુલા ક્લિયર થઈ ગઈ છે. ભાજપના ઝારખંડ વિધ

VIDEO: ઝારખંડમાં ભાજપ 68, AJSU 10 બેઠકો પર ચૂંટણી લડશે,  NDAની સીટ વહેંચણી અંગે કહી આ વાત

ઝારખંડમાં ચૂંટણી જાહેર થતાં જ NDA ગઠબંધનની સીટ શેરિંગ ફોર્મ્યુલા ક્લિયર થઈ ગઈ છે. ભાજપના ઝારખંડ વિધાનસભા ચૂંટણીના સહ-ઈન્ચાર્જ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, સાથી પક્ષો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ ભાજપ 68 બેઠકો પર ચૂંટણી લડશે. 

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે એનડીએમાં બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. રાંચીમાં સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરવામાં આવી હતી. આ મુજબ ભાજપ 68 બેઠકો પર, AJSU 10 બેઠકો પર, JDU 2 બેઠકો પર અને LJP (R) 1 બેઠક પર ચૂંટણી લડશે. ભાજપે તેના સાથી પક્ષો સાથે ચૂંટણી માટે બેઠકોની વહેંચણી નક્કી કરી છે. ભાજપના ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણ અને સહ પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ રાંચીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી.

ભાજપ અને તેના સાથી પક્ષોએ ઝારખંડ વિધાનસભાની કુલ 81 બેઠકો માટે સીટોની વહેંચણી કરી છે. સીટોની વહેંચણી નક્કી થતાં જ ભાજપ તેના ઉમેદવારોના નામની જાહેરાત ટુંક સમયમાં કરી શકે છે. BJP અને AJSUએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીvs મીડિયા સમક્ષ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સીટ શેરિંગ ફોર્મ્યુલા જણાવી છે.

ભાજપ 68 સીટો પર ચૂંટણી લડશે
AJSU: સિલ્લી, રામગઢ, ગોમિયા, પાકુડ, મનોહરપુર, લોહરદગા, જુગસલાઈ, માંડુ, ડુમરી, ઈચાગઢ.
જેડીયુ: જમશેદપુર પશ્ચિમ, તમાડ
LJP: ચતરા

શિવરાજ સિંહ ચૌહાણઃ દેશમાં એનડીએની સરકાર છે. ઝારખંડમાં ગઠબંધન સરકારે વિનાશ અને બરબાદી પર પહોંચાડી દીધી છે. આ ચૂંટણી ઝારખંડની અસ્મિતા બચાવવાની ચૂંટણી છે. સુશાસન અને વિકાસ આપવા માટે કેન્દ્રએ નિર્ણય લીધો છે કે, ઝારખંડની આ ચૂંટણી એનડીએ સાથે મળીને લડવામાં આવશે. ભાજપ, AJSU, JDU અને LJP સાથે મળીને ચૂંટણી લડશે. ટૂંક સમયમાં ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.

હેમંત વિશ્વ સરમાઃ NDA આ ચૂંટણી વડાપ્રધાનના નેતૃત્વમાં લડશે. આ અમારા સાથી દળો છે. ભાજપ અને ત્રણેય મળીને ચૂંટણી લડશે. બેઠકોમાં થોડો ફેરબદલ પણ થઈ શકે છે. ભાજપ, AJSU, જેડીયુ, LJP એમ ચારેય સાથે મળીને ચૂંટણી લડશે.

આ સમાચાર શેર કરો