મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'ભાજપ ધારશે તો લાલબાગના રાજાને ગુજરાત લઈ જશે', શિવસેના નેતાએ કરી આ ટિપ્પણી

શિવસેના નેતા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જો ભાજપ ધારે તો લા

'ભાજપ ધારશે તો લાલબાગના રાજાને ગુજરાત લઈ જશે', શિવસેના નેતાએ કરી આ ટિપ્પણી

શિવસેના નેતા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જો ભાજપ ધારે તો લાલબાગના રાજાને પણ ગુજરાતમાં લઈ જઈ શકે છે. તેમણે ભાજપ પર શિવસેના અને એનસીપીને તોડવાનો પણ આરોપ લગાવ્યો હતો. ખાસ વાત એ છે કે મહારાષ્ટ્રમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. શિવસેનાએ ચૂંટણીની જાહેરાત કરવાને ચેલેન્જ કરી છે.

રાઉતે કહ્યું, 'તેઓ (ભાજપ) બધું કરી શકે છે. લાલબાગના રાજાનું મોટું નામ છે, અહીં દેશભરમાંથી લોકો દર્શને આવે છે. તેઓ કહી શકે છે ચાલો આને ગુજરાત લઈ જઈએ. તેઓ લાલબાગના  રાજાને ગુજરાતમાં લઈ જવાનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે. આ વેપારી લોકો છે. આ લોકો મહારાષ્ટ્રને પોતાનો દુશ્મન માને છે. ભાજપના ઘણા લોકો મુંબઈને લૂંટવા માગે છે.

રાઉતે રવિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું કે, ફડણવીસ ભલે 100 વાર જન્મ લે, પણ તેઓ સમજી નહીં શકે  કે NCP (SP)ના વડા શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું છે. રાઉતની ટિપ્પણીના થોડા દિવસો પહેલા ફડણવીસે દાવો કર્યો હતો કે, શરદ પવારે રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે ત્રણથી ચાર નામો પસંદ કર્યા હતા, પરંતુ તેમાં ઉદ્ધવ ઠાકરે નહોતા.

રાઉતે કહ્યું, 'શું 2019માં ફડણવીસને ખબર હતી કે શરદ પવાર શું વિચારી રહ્યા હતા અને શું પ્લાનિંગ કરી રહ્યા હતા? ફડણવીસ 100 વખત જન્મ લે તો પણ તેઓ સમજી શકશે નહીં કે શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું છે. જો રાજ્યની સત્તાધારી સરકારમાં થોડી પણ હિંમત બાકી હોય તો તેમણે ચૂંટણીની જાહેરાત કરાવવી જોઈએ. 

રાઉતે આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં રાજકીય પક્ષો અને આ પક્ષોનું નેતૃત્વ કરતા પરિવારો વચ્ચે ભાગલા પાડવાનું કાવતરું ઘડ્યું હતું. આ આરોપ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના તાજેતરના નિવેદન પછી આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, સમાજ એવા લોકોને નફરત કરે છે, જે પોતાના પરિવારોને તોડી રહ્યા છે.

આ સમાચાર શેર કરો