મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુજરાત મૉડલ ફેલ! બિહારમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપ નહીં અપનાવે આ ફોર્મૂલા

બિહાર વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી NDA ગઠબંધનમાં બેઠકોની વહેંચણીની જાહેરાત થયા બાદ હવે ઉમ

ગુજરાત મૉડલ ફેલ! બિહારમાં ઉમેદવારોની પસંદગીમાં ભાજપ નહીં અપનાવે આ ફોર્મૂલા

બિહાર વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી NDA ગઠબંધનમાં બેઠકોની વહેંચણીની જાહેરાત થયા બાદ હવે ઉમેદવારોની જાહેરાત થવાનો વારો છે. આ વચ્ચે સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે ભાજપે ગઠબંધન હેઠળ ફાળવવામાં આવેલા 101 બેઠકો પર ઉમેદવારોના નામ ફાઇનલ કરી લીધા છે અને તેની જાહેરાત ટુંક સમયમાં થઇ શકે છે.

સુત્રોએ એમ પણ જણાવ્યું કે પાર્ટી બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગુજરાત મૉડલ નહીં અપનાવે. 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ નહીં કાપે. ભાજપ અવાર નવાર તમામ ચૂંટણીમાં આ મૉડલનો ઉપયોગ કરી 30 ટકા સીટિંગ MLAની ટિકિટ કાપતી આવી છે અને તેની જગ્યાએ યુવાઓને તક આપી રહી છે પરંતુ આ વખતે બિહારમાં આ મૉડલ અપનાવવામાં નહીં આવે.

ત્રણ સૂત્રોની ફોર્મૂલા અપનાવી શકે ભાજપ

જોકે, સૂત્ર જણાવી રહ્યા છે કે પાર્ટી 16 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. આ સિવાય 75 વર્ષની ઉંમર વટાવી ચુકેલાઓને પણ ટિકિટ મળી શકે છે, જેમની ટિકિટ કપાશે તે બેઠકો પર મહિલાઓ અને યુવાઓને ઉતારવાની રણનીતિ ભાજપે બનાવી છે. ભાજપ ત્રણ સૂત્રના ફોર્મૂલાના આધાર પર ગઠબંધનમાં તમામ 101 બેઠક પર ઉમેદવાર ઉતારશે.

ગુજરાત મૉડલ કેમ નહીં અપનાવે ભાજપ?

એક રિપોર્ટ અનુસાર પાર્ટી મોટાભાગના વર્તમાન ધારાસભ્યને ઉતારવા જઇ રહી છે કારણ કે 2020માં કેટલાક નવા ચહેરા ઉતારવામાં આવ્યા હતા. પાર્ટીનું માનવું છે કે પ્રથમ વખત ધારાસભ્ય અને સરકાર વિરૂદ્ધ કોઇ એન્ટી ઇનકમ્બન્સી નથી માટે અન્ય રાજ્યોની જેમ અહીં એવરેજ 30% ધારાસભ્યોની ટિકિટ કાપવામાં નહીં આવે. પાર્ટી આ વખતે કેટલીક મહિલા ઉમેદવારોને પણ ચૂંટણી લડાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. ચર્ચા છે કે કેટલાક કેન્દ્રીય નેતાઓને પણ પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ઉતારી શકે છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટી આમ કરી ચુકી છે.

બીજા તબક્કા માટે પણ નોમિનેશન શરૂ

આ વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં યોજાનારા મતદાન માટે 122 બેઠકો પર સોમવારો નોમિનેશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ચૂંટણી પંચ દ્વારા આ બેઠકો પર 11 ઓક્ટોબરે મતદાન માટે નોટિફિકેશન જાહેર કરવાની સાથે નોમિનેશન પ્રક્રિયા શરૂ થઇ હતી.અધિકારીઓએ જણાવ્યું કે આ બેઠકો માટે ઉમેદવાર 20 ઓક્ટોબર સુધી નોમિનેશન પત્ર દાખલ કરી શકશે જ્યારે નામ પરત લેવાની અંતિમ તારીખ 23 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા શુક્રવારે શરૂ થઇ હતી. આ બેઠકો પર મતદાન 6 નવેમ્બરે યોજાશે. પ્રથમ તબક્કાના ઉમેદવાર 17 ઓક્ટોબર સુધી જ નોમિનેશન દાખલ કરી શકશે. રાજ્યની તમામ 243 વિધાનસભા બેઠકો માટે મતગણતરી 14 નવેમ્બરે થશે.

આ સમાચાર શેર કરો