Bihar Election: NDAમાં બેઠકની વહેંચણી, BJP-JDU 101-101 બેઠક પર લડશે ચૂંટણી
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં બેઠકોની વહેંચણી નક્કી થઈ ગઈ છે. ભાજપ અને JDU 101-1

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં બેઠકોની વહેંચણી નક્કી થઈ ગઈ છે. ભાજપ અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો ફાળવવામાં આવી છે. જીતન રામ માંઝીની પાર્ટીને પણ છ બેઠકો ફાળવવામાં આવી છે.
ભાજપ બિહારના પ્રભારી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે, આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA પરિવારના તમામ સભ્યોએ સૌહાર્દપૂર્ણ રીતે સંમતિ દર્શાવી છે. બેઠકોની વહેંચણી નીચે મુજબ છે:
• ભાજપ - 101 બેઠકો
• JDU - 101 બેઠકો
• LJP (રામવિલાસ) - 29 બેઠકો
• RLM - 6 બેઠકો
• HAM - 6 બેઠકો
તમામ NDA પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ આ નિર્ણયનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. બધા સાથી પક્ષો બિહારમાં ફરીથી NDA સરકાર બનાવવા માટે તૈયાર છે અને કટિબદ્ધ છે.
બિહારમાં આ તારીખે ચૂંટણી યોજાશે
બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. ચીફ ઇલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10 ઑક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17 ઑક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22 ઑક્ટોબરના બુધવારે થશે. 24 ઑક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 6 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે
કોઇ પણ બુથ પર 1200થી વધારે વોટર નહીં હોય-ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે BLO જ્યારે મતદાર પાસે જશ તો મતદારો તેને સારી રીતે ઓળખી શકે, તેના માટે પણ ID કાર્ડ શરૂ કર્યા છે. હવે પોલિંગ બૂથની બહાર મોબાઇલ જમા કરીને વોટ આપવાની સુવિધા આપવામાં આવી છે. આ પહેલા મોબાઇલ ઘર અથવા અન્ય જગ્યાએ મુકીને આવવું પડતું હતું. CECએ જણાવ્યું કે હવે બિહાર સિવાય દેશના કોઇ પણ બૂથ પર 1200થી વધારે વોટર નહીં હોય.
પોલિંગ સ્ટેશનની 100% વેબ કાસ્ટિંગ થશે
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, બિહારમાં વન સ્ટૉપ ડિજિટલ પ્લેટફોર્મ પણ બિહારમાં લાગુ કરવામાં આવશે. બૂથથી 100 મીટરના અંતરથી દરેક ઉમેદવાર પોતાના એજન્ટને મુકી શકે છે. 100 ટકા વેબ કાસ્ટિંગ દરેક પોલિંગ સ્ટેશન પર કરવામાં આવશે. EVM પર જે બેલેટ પેપર હોય છે તે બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે જેને ઓળખવામાં તકલીફ પડે છે માટે બિહારની ચૂંટણીમાં હવે સીરિયલ નંબર ફ્રૉન્ટ અને ઉમેદવારોની કલર ફોટો હશે.








