‘મોદીજી-યોગીજીએ એક પણ બાળક પેદા નથી કર્યું જેથી દેશમાં બેરોજગારી ના વધે’, ભાજપના સાંસદનો વીડિયો વાયરલ થતા વિવાદ
LokSabha Election 2024: લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થયા બાદ તમામ પક્ષ પ્રચાર કરી રહ્યાં છે. વિપક્ષી દ

LokSabha Election 2024: લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થયા બાદ તમામ પક્ષ પ્રચાર કરી રહ્યાં છે. વિપક્ષી દળ સતત મોંઘવારી અને બેરોજગારીને લઇને કેન્દ્ર અને મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. ભાજપના સાંસદ અને આઝમગઢ લોકસભા બેઠકના ઉમેદવાર દિનેશ લાલ નિરહુઆનું એક નિવેદન વાયરલ થઇ કહ્યું છે જેમાં તે કથિત રીતે કહેતા જોવા મળે છે કે, બેરોજગારી તો લોકો વધારી રહ્યાં છે જે બાળક પેદા કરી રહ્યાં છે.
નિરહુઆનું નિવેદન વાયરલ
ભોજપુરી અભિનેતા અને ભાજપ સાંસદ દિનેશલાલ નિરહુઆનું બેરોજગારીને લઇને જે નિવેદન વાયરલ થઇ રહ્યું છે તેમાં તે કથિત રીતે કહે છે, “જણાવો મોદીજી કે યોગીજીને એક પણ બાળક છે..તેમણે તો બેરોજગારીને રોકી દીધી કે બેરોજગારી નહીં વધારીએ, તો બેરોજગારી કોણ વધારી રહ્યું છે..તે જે બાળક પર બાળક પેદા કરી રહ્યાં છે, સરકાર કહે છે કે રોકાઇ જાવ તો માની પણ જાવ.”
જોકે, ભાજપના નેતાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે આ વીડિયો ફેક છે. નિરહુઆએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યુ કે ફેક વીડિયો પ્રમોટ કરવાનો ટ્રેન્ડ થઇ ગયો છે. કોંગ્રેસવાળાઓનો વીડિયો જોઇને કોઇ પણ સમજી જશે કે હોઠ કઇક અલગ બોલે છે અને અવાજ કઇક અલગ આવે છે. AIથી સાઉન્ડ ક્લોન કરીને શું સાબિત કરવા માંગો છો. ચૂંટણી પંચ કૃપયા સંજ્ઞાન લો.
નિરહુઆએ શું કહ્યું હતું?
નિરહુઆએ કથિત રીતે કહ્યું, “જે લોકો એમ કહે છે કે દેશમાં બેરોજગારી વધી રહી છે તો તે જણાવે કે રોજગાર એટલો છે અને જે તમે જનસંખ્યા વધારી રહ્યાં છો..તો બેરોજગારી વધી રહી છે, તેને રોકવાનો પ્રયાસ તો મોદીજી કરી રહ્યાં છે, સરકાર કરી રહી છે અને જ્યારે તે નિયમ લઇને આવવા માંગે છે તો તમે ઓછા બાળક પેદા કરો..બે જ બાળક પેદા કરો..તમે કહી રહ્યાં છો તમે ખુદ બેરોજગાર છો અને અન્ય આઠ બેરોજગાર પેદા કરી રહ્યાં છો..તમે ખુદ પોતાનું પેટ ભરી શકતા નથી. તમે કહી રહ્યાં છો કે અમે બેરોજગાર છીએ.. તો તમે બેરોજગાર હોય તો એક વખત પણ વિચારો કે આઠ બેરોજગાર કેમ પેદા કરી રહ્યાં છો?
કોંગ્રેસે ઉડાવી મજાક
કોંગ્રેસ નેતા એસ શ્રીનિવાસે ભાજપના સાંસદ દિનેશલાલ યાદવના આ નિવેદન પર મજાક ઉડાવી છે. કોંગ્રેસના નેતાએ વીડિયો શેર કરતા કહ્યું, ‘મોદીજી-યોગીજીએ એક પણ બાળક પેદા નથી કર્યો જેથી દેશમાં બેરોજગારી ના વધે. શું સાચે જ મોદી-યોગીએ આટલા માટે બાળક પેદા નથી કર્યા?’
આ વખતે લોકસભા ચૂંટણીમાં બેરોજગારી મોટો મુદ્દો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળ તેને લઇને મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યાં છે. વિપક્ષ સતત આ મુદ્દે સરકારને ઘેરી રહ્યું છે. દિનેશલાલ યાદવ નિરહુઆ ઉત્તર પ્રદેશની આઝમગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર છે, તેમની ટક્કર સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ સામે છે. આઝમગઢમાં છઠ્ઠા તબક્કામાં 25 મેએ મતદાન યોજાશે. 4 જૂને ચૂંટણીનું પરિણામ જાહેર થશે.








