મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપે 5 ઉમેદવાર ઉતાર્યા, લોકસભા હારવા છતાં પંકજા મુંડેને આપી ટિકિટ

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી માટે ભાજપે પાંચ ઉમેદવારોના નામ જાહેર

મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપે 5 ઉમેદવાર ઉતાર્યા, લોકસભા હારવા છતાં પંકજા મુંડેને આપી ટિકિટ

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી માટે ભાજપે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં પંકજા મુંડેનું નામ પણ છે. પંકજા મુંડે બીડથી લોકસભા ચૂંટણી લડતા હારી ગયા હતા. ભાજપે પંકજા મુંડે ઉપરાંત યોગેશ ટીલેકર, પરિણય ફુકે, અમિત ગોરખે અને સદાભાઈ ખોતને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે વિધાન પરિષદની ચૂંટણી માટે દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વને 11 નામોની યાદી મોકલી હતી. 

જણાવી દઈએ કે, આ વર્ષે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 11 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બેઠકો પર 12 જુલાઈના રોજ મતદાન થશે. પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ પક્ષના દિગ્ગજ નેતાઓએ આમાંથી પાંચ નામોને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને કારણે પંકજા મુંડે ઘણા વર્ષો પછી ફરી એકવાર સભાગૃહમાં જોવા મળશે. પંકજા મુંડે એક અગ્રણી ઓબીસી ચહેરો છે. પંકજા મુંડેની વિધાન પરિષદની ઉમેદવારી ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

જણાવી દઈએ કે, બીડથી લોકસભાની ચૂંટણીમાં 6,000 મતોના નજીવા માર્જિનથી હારી ગયા હતા. હવે ભાજપ તેમને વિધાનસભામાં  લઈ જશે. રાજ્ય વિધાનસભામાં ભાજપની  સંખ્યાના આધારે સાત બેઠકોનો ક્વોટા છે. મહા વિકાસ આઘાડી (MVA) પાસે લગભગ ત્રણ બેઠકોનો ક્વોટા છે. આ વખતે દરેક MLC સીટ માટે જરૂરી સરેરાશ ક્વોટા 23 છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, મરાઠાવાડા પ્રદેશના ઘણા મતવિસ્તારોમાં મરાઠા આરક્ષણની માંગણી અને આંદોલનને કારણે અન્ય પછાત વર્ગો (ઓબીસી) અને મરાઠા સમુદાય વચ્ચે જાતિગત આધારે મોટા પ્રમાણાં ધ્રુવીકરણ થયું હતું. દાનવે લોકસભાની ચૂંટણી પણ હારી ગયા હતા.

આ સમાચાર શેર કરો