મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને ક્રૉસ વોટિંગનો ડર, એક-એક સાંસદ પર રાખી રહ્યું છે નજર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ મત આપ્યો છે અને સાંજે

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને ક્રૉસ વોટિંગનો ડર, એક-એક સાંસદ પર રાખી રહ્યું છે નજર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ મત આપ્યો છે અને સાંજે 5 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહેશે. આજે જ મતની ગણતરી થશે અને દેશને નવો ઉપરાષ્ટ્રપતિ મળી જશે. આ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાથી પદ ખાલી પડ્યું હતું.

ભાજપના નેતૃત્ત્વ ધરાવતા NDAના ઉમેદવાદ સીપી રાધાકૃષ્ણનની જીત આ ચૂંટણીમાં નક્કી મનાઇ રહી છે પરંતુ ભાજપ કોઇ પણ રીતનું જોખમ લેવાના મૂડમાં નથી. પાર્ટી ક્રૉસ વોટિંગ રોકવા માંગે છે અને વિપક્ષી સાંસદોને લલચાવવાની તૈયારીમાં છે. 

ભાજપે પોતાના તમામ સાંસદોના વોટ રાધાકૃષ્ણનને જ પડે તેના માટે ભાજપે તૈયારી કરી લીધી છે. અહીં સુધી કે પોતાના સાંસદોને જોનવાઇઝ કૂલ 10 બ્લોકમાં વહેંચવામાં આવ્યા છે. આ સાંસદો પર દિલ્હીમાં નજર રાખવાની જવાબદારી સીનિયર મંત્રીઓને સોપવામાં આવી છે. દક્ષિણ ભારતથી આવતા ભાજપના સાંસદોના બ્લોકનું નેતૃત્ત્વ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી કરી રહ્યા છે. આ રીતે ઉત્તર પ્રદેશના સાંસદો સાથે પીયૂષ ગોયલ ડિલ કરશે. શિવરાજ સિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર, અર્જુન મેઘવાલ સિવાય 5 અન્ય નેતાઓને જવાબદારી સોપવામાં આવી છે.

ભાજપ નથી ઇચ્છતુ કે કોઇ પણ રીતે ક્રોસ વોટિંગમાં તેનો જ કોઇ સાંસદ બીજા જૂથમાં વોટ કરીને આવે. મહત્ત્વપૂર્ણ છે કે બન્ને સદનોના મળીને NDA પાસે કૂલ 427 સાંસદ છે. આ સિવાય YSR કોંગ્રેસે પણ સમર્થનની જાહેરાત કરી છે. BRS અને BJDએ વોટિંગથી દૂર રહેવાની વાત કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે 2022માં 346 મત મળ્યા હતા જ્યારે આ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણનને વધુ મત મળી શકે છે.

ભાજપ એક-એક સાંસદ પર રાખી રહ્યું છે નજર

ભાજપે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે માટે એક-એક સાંસદ પર નજર રાખવામાં આવી રહી છે અને એક પણ વોટ બેકાર ના જવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ સાંસદો સાથે આખો દિવસ સીનિયર નેતા સાથે રહેશે અને નક્કી કરશે કે તેમનો મત રાધાકૃષ્ણનને જ મળે. મહત્ત્વપૂર્ણ છે કે INDIA ગઠબંધન પાસે 315 મત જ છે. આ સિવાય આમ આદમી પાર્ટીના 12 સાંસદ છે તેમાંથી 11નું સમર્થન મળી શકે છે કારણ કે સ્વાતી માલીવાલ તો પાર્ટીથી અલગ જ છે.

આ સમાચાર શેર કરો