મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BJP કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને કાર્યભાર સંભાળ્યો, અમિત શાહ-જેપી નડ્ડાએ ખુરશી પર બેસાડ્યા 

ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનનું દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ભવ્ય સ્વાગત

BJP  કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીને કાર્યભાર સંભાળ્યો, અમિત શાહ-જેપી નડ્ડાએ ખુરશી પર બેસાડ્યા 

ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનનું દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અમિત શાહ અને જેપી નડ્ડાએ તેમનું સ્વાગત કરી ખુરશી ઉપર બેસાડ્યા અને શુભકામના પાઠવી. બિહારના કેબિનેટ મંત્રી નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

દિલ્હી એરપોર્ટ પર દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા, વરિષઠ નેતાઓ વિનોદ તાવડેએ સ્વાગત કર્યું. નબીનનું દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બીજેપી કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, ગિરિરાજસિંહ, રવિશંકર પ્રસાદ સહિત તમામ મોટા નેતાઓએ નીતિન નબીનને ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું.

 આ પહેલા નીતિન નબીને પટનામાં પૂજા કરી. તેમણે આશીર્વાદ લેવા માટે પટનાના પ્રખ્યાત મહાવીર મંદિરે દર્શને પધાર્યા હતા. ત્યારબાદ તેમણે રાજવંશી નગરની મુલાકાત લઈ તેમના પિતાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી. નીતિન ફક્ત બિહાર જ નહીં, પૂર્વી ભારતના પહેલા નેતા છે જે ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.

નીતિન નબીન વર્તમાન ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનું સ્થાન લેશે તેવી અપેક્ષા છે, જેનાથી તેઓ પાર્ટીના સૌથી નાના અધ્યક્ષ બનશે. તેઓ બાંકીપુરથી પાંચ વખત ધારાસભ્ય ચૂંટાયા છે. પહેલી વાર 2006 માં ધારાસભ્ય બન્યા હતા.2021માં પહેલીવાર નીતિશ કુમાર સરકારમાં મંત્રી બન્યા હતા. હાલમાં તેઓ માર્ગ બાંધકામ અને શહેરી વિકાસ મંત્રી તરીકે સેવા આપે છે. તેમનો નિમણૂક પત્ર રવિવારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. 

આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપના સંસદીય બોર્ડે નીતિન નબીનને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક તાત્કાલિ પ્રભાવથી લાગુ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો