મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર, સિરસાથી ભાજપના ઉમેદવારે નોમિનેશન પરત ખેચ્યું

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. સિરસાથી ભાજપના ઉમેદવાર રોહતાસ જાંગડાએ અ

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર, સિરસાથી ભાજપના ઉમેદવારે નોમિનેશન પરત ખેચ્યું

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. સિરસાથી ભાજપના ઉમેદવાર રોહતાસ જાંગડાએ અચાનક પોતાનું નોમિનેશન પરત લઇ લીધુ છે. રોહતાસનું નામ ભાજપની ત્રીજી અને અંતિમ યાદીમાં જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, રોહતાસે પોતાનું નામ ભાજપના કહેવા પર જ પરત લીધુ છે. હવે આ બેઠક પર ભાજપ ગોપાલ કાંડાનું સમર્થન કરશે. ગોપાલ કાંડા આ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે.

હરિયાણામાં ભાજપે કર્યો ખેલ

હરિયાણા ચૂંટણીના નોમિનેશન પરત લેવાના અંતિમ દિવસે ભાજપે આ ખેલ કર્યો છે. ભાજપે હરિયાણા લોકહિત પાર્ટી (HLP)ના ઉમેદવાર ગોપાલ કાંડાનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. સમજૂતિ હેઠળ ગોપાલ કાંડા રાનિયા બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેચશે.

ગોપાલ કાંડા સાથે થઇ ડિલ

ભારતીય જનતા પાર્ટી (BJP)એ હરિયાણાની તમામ 90 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. એક ઉમેદવારના નામ પરત ખેચ્યા બાદ હવે મેદાનમાં 89 ઉમેદવાર બચ્યા છે. સોમવાર સવારે ભાજપે ગુપ્ત બેઠક બોલાવી હતી અને તે બાદ સિરસા વિધાનસભા બેઠક પરના ઉમેદવારે નામ પરત લેવાનો નિર્ણય કર્યો હતો. નોમિનેશન પરત લેવાનો નિર્ણય કર્યો હતો. નોમિનેશન પરત લેવાની જાહેરાત કરતા જાંગડાએ કહ્યું કે તેમને પાર્ટીના ચુકાદાનું સમ્માન કરતા આ નિર્ણય કર્યો છે.

આ સમાચાર શેર કરો