'સલમાનનો જે પણ સાથ આપશે',બિશ્નોઇ ગેન્ગે લીધી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી
બિશ્નોઇ ગેન્ગ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છ

બિશ્નોઇ ગેન્ગ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે. અજિત પવાર જૂથના NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બાબા સિદ્દીકીને ગોળી મારનારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ત્રીજા શૂટરની પણ ઓળખ થઇ છે.
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લીધી જવાબદારી
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી પોસ્ટમાં લખ્યુ છે, "સલમાન ખાન અમે આ યુદ્ધ નથી ઇચ્છતા પરંતુ તમે અમારા ભાઇનું નુકસાન કરાવ્યું છે..આજે જે બાબા સિદ્દીકીની શરાફતમાં જે થઇ રહ્યું છે અથવા એક સમયે દાઉદ સાથે મકોકા એક્ટમાં હતો. બાબા સિદ્દીકીના મોતનું કારણ અનુજ થાપન અને દાઉદનો બોલિવૂડ, રાજકારણ, પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડવાનું હતું. અમારી કોઇની સાથે દુશ્મની નથી પણ જે સલમાન ખાન અને દાઉદ ગેન્ગની મદદ કરશે પોતાનો હિસાબ કિતાબ લગાવીને રાખજો."
3 લાખમાં આપવામાં આવી હતી સોપારી
અજિત પવાર જૂથના NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બાબા સિદ્દીકીને ગોળી મારનારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ત્રીજા શૂટરની પણ ઓળખ થઇ છે.બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઇ ગેન્ગે સ્વીકારી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોરેન્સ બિશ્નોઇએ આ જવાબદારી સ્વીકારી છે. મુંબઇ પોલીસ લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરી શકે છે.
મુંબઇ પોલીસની તપાસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો શક સામે આવ્યો છે.બાબા સિદ્દીકીની સોપારી 2.5થી 3 લાખ રૂપિયામાં આપવામાં આવી હતી. હત્યા માટે ચાર લોકોને કામ પર રાખવામાં આવ્યા હતા અને તેમને પૈસાને બરાબર વહેંચવાની યોજના બનાવી હતી જેમાં દરેકને 50,000 રૂપિયા મળવાના હતા. ચારેય આરોપીમાંથી ત્રણ આરોપી પહેલા પંજાબની જેલમાં એક સાથે બંધ હતા, જ્યા તેમનો સંપર્ક બિશ્નોઇ ગેન્ગના એક સભ્ય સાથે થયો હતો અને તેમના દ્વારા જ તે બિશ્નોઇ ગેન્ગમાં સામેલ થયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે લોરેન્સ બિશ્નોઇ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. પોલીસના સુત્રો અનુસાર આ વર્ષે બે સપ્ટેમ્બરે ત્રણેય આરોપી કુર્લામાં ભાડાના મકાનમાં રહેતા હતા.
લોરેન્સ બિશ્નોઇની પૂછપરછની તૈયારી
સુત્રો અનુસાર તપાસ એજન્સી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇની પૂછપરછની તૈયારી કરી રહી છે. બાબા સિદ્દીકી પર ગોળી ચલાવનારા લોકોનો દાવો છે કે તે લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સાથે જોડાયેલા છે. આ વાતની પૃષ્ટી માટે લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરવામાં આવી શકે છે. લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ માટે લીગલ એડવાઇઝ લેવામાં આવી રહી છે કારણ કે પૂછપરછ માટે કોર્ટની પરવાનગી જરૂરી હોય છે. એક એન્ગલ એવો પણ સામે આવ્યો કે લોરેન્સ ગેન્ગના શૂટર્સ જિગાના પિસ્ટોલનો ઉપયોગ કરે છે. જોકે, બાબા સિદ્દીકીની હત્યામાં 9 એમએમ પિસ્ટોલનો ઉપયોગ થયો છે.








