બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી 29 કાર્યાલય સંભાળશે, નાયબ મુખ્યમંત્રીઓને મળી આ જવાબદારી
બિહારમાં નવી સરકારની રચના બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી છ

બિહારમાં નવી સરકારની રચના બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સમ્રાટ ચૌધરીએ કરેલી મંત્રીમંડળના વિભાગોની વહેંચણી મુજબ સૌથી વધુ 29 વિભાગો પોતાની પાસે રાખ્યા છે, જ્યારે બાકીના 18 વિભાગો બે નાયબ મુખ્યમંત્રીઓ વચ્ચે વહેંચવામાં આવ્યા છે.
જેડીયુ (JDU) ના નેતા અને નાયબ મુખ્યમંત્રી વિજય ચૌધરીને 10 વિભાગ અને બિજેન્દ્ર યાદવને 8 વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારના રાજીનામા બાદ બુધવારે NDA સરકારની રચના થઈ હતી. હાલમાં આ વહેંચણી કામચલાઉ છે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ વિભાગોમાં ફેરબદલ થવાની શક્યતા છે. મંત્રીમંડળના વિસ્તરણમાં કેટલાક દિવસોનો સમય લાગી શકે તેમ છે. ત્યાં સુધી આ ત્રણ જણા બધી વ્યવસ્થા સંભાળશે.
વિભાગોની વહેંચણી
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (29 વિભાગો)
મુખ્યમંત્રીએ ગૃહ મંત્રાલય સહિત મહત્વના વિભાગો પોતાની હસ્તક રાખ્યા છે:
સામાન્ય વહીવટ અને ગૃહ વિભાગ
કેબિનેટ સચિવાલય, દેખરેખ અને ચૂંટણી
આરોગ્ય, શિક્ષણ (ઉચ્ચ સિવાય), અને કૃષિ
મહેસૂલ અને જમીન સુધારણા, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર
નગર વિકાસ, ઉદ્યોગ, અને માર્ગ નિર્માણ
પર્યટન, કલા અને સંસ્કૃતિ, રમતગમત
પછાત અને અતિ પછાત કલ્યાણ, એસસી-એસટી કલ્યાણ
પંચાયતી રાજ અને પર્યાવરણ વિભાગ
નાયબ મુખ્યમંત્રી વિજય ચૌધરી (10 વિભાગો)
જળ સંસાધન અને ગ્રામીણ વિકાસ
સંસદીય બાબતો
ભવન નિર્માણ અને પરિવહન
શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ
માહિતી અને જનસંપર્ક
લઘુમતી કલ્યાણ
વિજ્ઞાન અને ટેકનોલોજી
નાયબ મુખ્યમંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવ
ઊર્જા વિભાગ
નાણાં અને વાણિજ્ય વેરો
આયોજન અને વિકાસ
મદ્યપાન નિષેધ અને ઉત્પાદન
સમાજ કલ્યાણ
અન્ન અને નાગરિક પુરવઠો
ગ્રામીણ કામગીરી
હાલમાં જે વિભાગો કોઈ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી, તે તમામ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પાસે રહેશે. આગામી દિવસોમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા મંત્રીઓની નિમણૂક સાથે વિભાગોની અંતિમ વહેંચણી કરવામાં આવશે.








