મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નવા યુગની શરૂઆત: 'બિહારમાં માત્ર મોદી-નીતિશ મોડલ જ ચાલશે', શપથ લીધા બાદ સીએમ સમ્રાટ ચૌધરીનું પહેલું નિવેદન

બિહારમાં થયેલા મોટા રાજકીય ઉલટફેર બાદ હવે સત્તાનું સુકાન ભાજપના હાથમાં આવ્યું છે. બિહારના ર

નવા યુગની શરૂઆત: 'બિહારમાં માત્ર મોદી-નીતિશ મોડલ જ ચાલશે', શપથ લીધા બાદ સીએમ સમ્રાટ ચૌધરીનું પહેલું નિવેદન
આ સમાચાર સાંભળો

બિહારમાં થયેલા મોટા રાજકીય ઉલટફેર બાદ હવે સત્તાનું સુકાન ભાજપના હાથમાં આવ્યું છે. બિહારના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. નીતીશ કુમાર રાજ્યસભામાં ગયા બાદ હવે બિહારની કમાન ભારતીય જનતા પાર્ટીએ સંભાળી છે. ભાજપના દિગ્ગજ નેતા સમ્રાટ ચૌધરીએ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. શપથ લીધાના ગણતરીના કલાકોમાં જ તેમણે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો અને રાજ્યના વિકાસ માટે પોતાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ  સમ્રાટ ચૌધરીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ જરાય વિલંબ કર્યા વગર બિહારની જનતા માટે કામ કરવાનું શરૂ કરી દેશે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "હું આજથી જ બિહાર માટે કામ કરવાનું શરૂ કરી દઈશ. બિહારના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર કટિબદ્ધ છે.

મોદી-નીતીશ મોડલ પર ભાર

રાજ્યમાં કયા મોડલ પર શાસન ચાલશે તે અંગેની અટકળો પર વિરામ મુકતા સમ્રાટ ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બિહારમાં માત્ર અને માત્ર મોદી-નીતીશ મોડલ જ ચાલશે. આ નિવેદન દ્વારા તેમણે સંકેત આપ્યો છે કે ભલે ભાજપ નેતૃત્વ કરી રહ્યું હોય, પરંતુ સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદ અને નીતીશ કુમારના સુશાસનના મિશ્રણ સાથે આગળ વધશે.

લોકભવનની બહાર 'બુલડોઝર બાબા'ના નારા
 જણાવી દઈએ કે જ્યારે સમ્રાટ ચૌધરી પટના સ્થિત લોકભવન પહોંચ્યા ત્યારે ત્યાં હાજર સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ ઉત્તર પ્રદેશની શૈલીમાં "બુલડોઝર બાબા ઝિંદાબાદ"ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. બિહારના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભાજપના નેતા મુખ્યમંત્રી તરીકે રાજ્યની કમાન સંભાળી રહ્યા છે, જેના કારણે રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો