મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લાલુ પરિવારને મોટો ઝટકો: 'લેન્ડ ફોર જોબ' કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ

લેન્ડ ફોર જોબ(જમીનના બદલામાં નોકરી) કૌભાંડમાં રાષ્ટ્રીય

લાલુ પરિવારને મોટો ઝટકો: 'લેન્ડ ફોર જોબ' કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ

લેન્ડ ફોર જોબ(જમીનના બદલામાં નોકરી) કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ મામલે લાલુ યાદવ સહિત 40થી વધુ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ(આરોપ નક્કી) કર્યા છે.

કોર્ટની આકરી ટિપ્પણી: 'ક્રિમિનલ એન્ટરપ્રાઇઝ'

કોર્ટે પોતાના આદેશમાં અત્યંત કડક શબ્દોનો પ્રયોગ કરતા જણાવ્યું કે, લાલુ યાદવ અને તેમના પરિવાર વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. આ પુરાવાઓ દર્શાવે છે કે સરકારી પદોની વહેંચણી કરવા માટે તેમણે એક 'ક્રિમિનલ એન્ટરપ્રાઇઝ' (ગુનાહિત સાહસ) ની જેમ કામ કર્યું હતું. કોર્ટે લાલુ પરિવારની કેસમાંથી મુક્ત થવાની અરજીને ફગાવી દેતા કહ્યું કે, આ મામલામાં પદનો દુરુપયોગ અને ષડયંત્ર સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક

અદાલતે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, વિવેકાધિકારનો દુરુપયોગ કરીને સરકારી નોકરીઓ વહેંચવામાં આવી અને તેના બદલામાં કિંમતી જમીનો પડાવી લેવામાં આવી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પુરાવાઓ એક સુનિયોજિત ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે, તેથી આ તબક્કે લાલુ યાદવ અને તેમના પરિવારને નિર્દોષ માનીને મુક્ત કરી શકાય નહીં.

આ સમાચાર શેર કરો