મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોટી દુર્ઘટના/ બાઈક કૂવામાં ખાબક્યું, તેની પર સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક ઝડપી મોટર સાઈકલ કૂવામાં પડી જવાથી ચાર યુવકોના મોત નીપ

મોટી દુર્ઘટના/ બાઈક કૂવામાં ખાબક્યું, તેની પર સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક ઝડપી મોટર સાઈકલ કૂવામાં પડી જવાથી ચાર યુવકોના મોત નીપજ્યા. ઘટના ગુરુવારે રાત્રે લગભગ 11.50 વાગે જિલ્લા કાર્યાલયથી લગભગ 60 કિલોમીટર દૂર છોટી ઉમરબંધ અને મુંડલા ગામની વચ્ચે થઈ. તમામ મુંડલાના રહેવાસી હતાં. જાણકારી અનુસાર તમામ એક બાઈકથી પોતાના ગામ પાછા ફરી રહ્યાં હતાં. 

એક જ બાઈક પર સવાર હતાં ચારેય

મનવરના ઈશ્વર સિંહ ચૌહાણે જણાવ્યું કે એક જ બાઈક પર સવાર ચાર લોકો એક આકરા વળાંક પર ખુલ્લા કૂવામાં પડી ગયા. અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ સંદીપ (19), અનુરાગ (22), મનીષ (20) અને રોહન (19) તરીકે થઈ છે. આ તમામ એક લગ્ન કાર્યક્રમમાં સામેલ થયા બાદ છોટી ઉમરબંધથી મુંડલા ગામ પાછા ફરી રહ્યાં હતાં. 

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા

અધિકારીએ જણાવ્યું કે 'પોલીસે મૃતદેહોને કૂવામાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.'

આ સમાચાર શેર કરો