મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ: કૂવામાં ખાબકતા માતા સહિત બે પુત્રીઓના મોત, સ્થાનિકોએ તમામ મૃતદેહોને કાઢ્યા બહાર

રાજ્યના દાહોદમાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે દાહોદના આફવાના મુવા

દાહોદ: કૂવામાં ખાબકતા માતા સહિત બે પુત્રીઓના મોત, સ્થાનિકોએ તમામ મૃતદેહોને કાઢ્યા બહાર

 રાજ્યના દાહોદમાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે દાહોદના આફવાના મુવાડી ફળિયામાં આવેલા કુવામાં માતા સહિત બે પુત્રીઓ ખાબકી હતી. દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરી હતી.

ફાયરના જવાનો અને સ્થાનિકોની મદદથી તમામના મૃતદેહોને બહાર કાઢ્યા 

ફાયરના જવાનો અને સ્થાનિકોની મદદથી તમામના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી. એક બાળકી એક વર્ષની અને બીજી બાળકી ત્રણ વર્ષની છે.

મૃતકોના નામ

લીલાબેન રાજુ વળવાઈ
મોહિની રાજુ વળવાઈ
દેવાંશી રાજુ વળવાઈ

 મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ આત્મહત્યા છે કે હત્યા છે?

આ સમાચાર શેર કરો