અરવલ્લીમાં 4 દિવસથી ગુમ થયેલ 12 વર્ષીય બાળકીનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો
અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક કૂવામાંથી 12 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા

અરવલ્લીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક કૂવામાંથી 12 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. અરવલ્લી જિલ્લામાં મોડાસાના સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાંથી 12 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં માતાએ દિકરાના આપઘાતનો બદલો લેવા પુત્રવધૂના ભાઈની કરી હત્યા, ત્રણની ધરપકડ
ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય બાળકી ગત શનિવારના રોજ સાંજથી ગુમ થઈ હતી. જેનો 4 દિવસ બાદ સર્વોદય નગર વિસ્તારમાં આવેલ કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક બાળકી ધાર્મિકતામાં વધુ માનતી હોવાનું પરિજનોએ જણાવ્યું હતુ. મજૂરી કરી પેટિયું રળતા પિતાની 12 વર્ષીય દીકરીના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કૂવામાંથી મોડાસા ફાયર બ્રિગેડ ટીમે અને મોડાસા ટાઉન પોલીસ તેમજ સ્થાનિક કોર્પોરેટરની ઉપસ્થિતિમાં બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોડાસા અર્બન સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં મોડાસા અર્બન ખાતેથી પોસ્ટમોર્ટમની વધુ તપાસ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.




