મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર સોમનાથનો રહસ્યમય કિસ્સો: મહિલાનું કૂવામાં પડવાથી મોત, પોલીસે હાથ ધરી વધુ તપાસ

ગીરસોમનાથમાંથી એક રહસ્યમય કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કૂવામાં પડી જતા મહિલાનું મ

ગીર સોમનાથનો રહસ્યમય કિસ્સો: મહિલાનું કૂવામાં પડવાથી મોત, પોલીસે હાથ ધરી વધુ તપાસ

ગીરસોમનાથમાંથી એક રહસ્યમય કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કૂવામાં પડી જતા મહિલાનું મોત નિપજ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસપાટણ શંખ સર્કલ પાસે વાડી વિસ્તારમાં એક મહિલા કૂવામાં પડી ગઈ હતી જેને કારણે મહિલાનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : ચાંદખેડાની SMS હોસ્પિટલમાં ઓપરેશન બાદ વૃદ્ધનું મોત, પરિવારના આક્ષેપ સામે હોસ્પિટલે કહ્યું,'જે થાય તે કરી લો'

ફાયરવિભાગને બનાવની જાણ થતા તેમની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને ખાટલાની મદદથી બહાર કઢાઈ હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર તબીબે તપાસ કરતા મહિલાને મૃત જાહેર કરાઈ હતી. આ સમગ્ર મામલે પ્રભાસપાટણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો