મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

4 કરોડનું પ્રતિબંધિત ગૌ માંસ ઝડપાયું, 5 લોકોની ધરપકડ

યુપીના નોઈડામાં મોટા પાયે ગૌમાંસની દાણચોરી અને સંગ્રહ કરવાનો મામલો સામે આવ્યો છે. 4 કરોડનું બીફ જપ્ત

4 કરોડનું પ્રતિબંધિત ગૌ માંસ ઝડપાયું, 5 લોકોની ધરપકડ

યુપીના નોઈડામાં મોટા પાયે ગૌમાંસની દાણચોરી અને સંગ્રહ કરવાનો મામલો સામે આવ્યો છે. 4 કરોડનું બીફ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. ગૌમાંસની પુષ્ટિ બાદ પોલીસે 5 લોકોની ધરપકડ પણ કરી છે.

શું છે સમગ્ર મામલો?

9 નવેમ્બરના રોજ, દાદરી કોતવાલી વિસ્તારમાં લુહારલી ટોલ પર, પશ્ચિમ બંગાળથી આવી રહેલી એક ટ્રકને કેટલાક લોકોએ અટકાવી અને માહિતી આપી કે તે પ્રતિબંધિત માંસ લઈ જઈ રહી છે. પોલીસે એક ટ્રકને રોકીને તેમાં રાખવામાં આવેલા માંસના નમૂનાને પરીક્ષણ માટે મોકલ્યા હતા. તપાસમાં તે બીફ હોવાની પુષ્ટિ થતાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.

પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં પૂરન જોશી, ખુર્શીદુન નબી, અક્ષય સક્સેના, શિવ શંકર અને સચિનનો સમાવેશ થાય છે, જેઓ કોલ્ડ સ્ટોરેજના માલિક, ડિરેક્ટર, મેનેજર અને ટ્રક ડ્રાઈવર છે. એડિશનલ ડીસીપીએ કહ્યું કે આ લોકોની દાણચોરી અને પ્રતિબંધિત માંસનો સંગ્રહ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

શિવશંકર અને સચિન પશ્ચિમ બંગાળથી એક ટ્રકમાં 32 ટન માંસ લાવ્યા હતા. પ્રાપ્ત માહિતીના આધારે, ટ્રકમાં ભરેલા માંસના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે મથુરા લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી પોલીસે દાદરીના SPJ કોલ્ડ સ્ટોરેજ બિસાહદા રોડ પર દરોડા પાડ્યા હતા. કોલ્ડ સ્ટોરેજના ચેમ્બર નંબર-5માંથી પેકિંગમાં 153 ટન પ્રતિબંધિત માંસ મળી આવ્યું હતું જ્યારે ટ્રકમાંથી આશરે 32 ટન માંસ મળી આવ્યું હતું. લેબ રિપોર્ટમાં માંસ બીફ હોવાની પુષ્ટિ થઈ છે. જપ્ત કરાયેલા માંસની અંદાજિત કિંમત 4 કરોડ રૂપિયા છે. પોલીસે ઝડપાયેલા માંસનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

કેસની તપાસ ચાલુ છે

પ્રશાસને મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી ઝડપી કરી છે. સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.  આ માંસ ક્યા સ્થળે સપ્લાય કરવામાં આવતું હતું, તે સંદર્ભે આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે 

આ સમાચાર શેર કરો