મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર ભારતમાં પ્રતિબંધ? 1 એપ્રિલથી સરકાર લેશે મોટો નિર્ણય

ભારતમાં CCTVના જોખમ-સિક્યુરિટી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારતમાં મોટાભાગે ચાઈનીઝ કેમેરાઓનું વેચાણ થઈ રહ્ય

ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર ભારતમાં પ્રતિબંધ? 1 એપ્રિલથી સરકાર લેશે મોટો નિર્ણય
આ સમાચાર સાંભળો

ભારતમાં CCTVના જોખમ-સિક્યુરિટી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારતમાં મોટાભાગે ચાઈનીઝ કેમેરાઓનું વેચાણ થઈ રહ્યું છે. જે લોકોની સિક્યુરિટી માટે ગંભીર ખતરા સમાન છે. એક રિપોર્ટ મુજબ આગામી 1 એપ્રિલથી Hikvision, Dahua અને TP-Link જેવી મોટી બ્રાન્ડના CCTV કેમેરાના વેચાણ પર પ્રતિબંધ લાગી શકે છે. આ બાબતે સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી હોવાનું સામે આવ્યું છે.

અયોગ્ય અને સર્ટિફિકેશન વગરના  CCTV કેમેરાના ઉપયોગ અને ખરીદી પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. સિક્યુરિટીમાં યોગ્ય સાબિત ન થતાં CCTV કેમેરા પર આ નિર્ણયની અસર પડી શકશે. Hikvision, Dahua અને TP-Linkએ ચાઈનીઝ કંપનીઓ છે.

ભારતીય CCTV ફીડ્સ પાકિસ્તાનના ISI સુધી કેવી રીતે પહોંચી?

થોડા સમય પહેલા એવું સામે આવ્યું હતું કે, દેશભરના અનેક રેલવે સ્ટેશનો પર લગાવેલા CCTV કેમેરાના ફીડ્સ પાકિસ્તાન સુધી પહોંચી રહ્યા હતા. આ ખુલાસા બાદ, સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી હતી. ત્યારબાદ તરત જ સરકારે એક આદેશ જારી કરીને સરકારી કચેરીઓને હવેથી ફક્ત સંપૂર્ણપણે સુરક્ષિત અને સર્ટિફાઈડ હોય એવા CCTV કેમેરા ખરીદવાનો આદેશ આપ્યો હતો.

CCTV કેમેરાથી વધી રહ્યું છે જોખમ

સરકારના આ નિર્ણયની સીધી અસર ચીનથી આવતા કેમેરા પર પડશે અથવા તો જેના સોફ્ટવેર વિદેશ કંપનીઓના છે. આજે મોટાભાગે CCTV કેમેરા ઈન્ટરનેટથી જોડવામાં આવે છે. એટલે માત્ર મોબાઈલ સાથે નહીં પરંતુ કંપનીના સર્વરથી પણ કનેક્ટ કરવામાં આવે છે. જો કેમેરાનું સોફ્ટરવેર કે સર્વર સિક્યોર નથી તો CCTVની વીડિયો ફીડ્સ અન્ય કોઈ પાસે પહોંચી શકે છે અને તેનો જે-તે વ્યક્તિને ખ્યાલ પણ હોતો નથી. જેને ધ્યાનમાં રાખીને સરકારના નવા નિયમો હેઠળ દરેક CCTV કેમેરાનું ટેસ્ટિંગ અને સર્ટિફિકેટશન કરવાનું રહેશે. જેમાં હાર્ડવેર, સોફ્ટવેર અને ડેટા સિક્યુરિટી સહિતની તપાસ કરાશે. આમ સર્ટિફિકેશન વગરના કેમેરાને ભારતમાં હવે વેચી શકાશે નહીં.

સરકારના આ નિર્ણયની અસર બજાર પર પણ પડશે

એવું માનવામાં આવે છે કે, સસ્તા કેમેરા હટવાથી કેમેરાની કિંમત વધી શકે છે. બીજી તરફ ભારતીય કંપનીઓ હવે સુરક્ષિત અને ભરોસાપત્ર વિકલ્પની તપાસ કરતાં નવી તક મળશે. દેશભરમાં કરોડો CCTV કેમેરા પહેલાથી ઉપયોગમાં કરવામાં આવી રહ્યા છે. તેમાંથી અનેક કેમેરા એવા હશે કે જેમના પાસવર્ડ ક્યારેય બદલ્યા નહીં હોય અથવા સોફ્ટવેર અપડેટ કર્યું ન હોય. આ પ્રકારના CCTV કેમેરા સૌથી વધુ જોખમી છે. 

CCTV કેમેરા હેક થવાથી હુમલાની શક્યતા 

નવા કેમેરા લગાવવા પર પ્રતિબંધ લગાવીને સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી. આનો ઉકેલ લાવવા માટે સરકારે હાલના તમામ CCTV કેમેરાનું ઓડિટ કરાવવું જોઈએ. ખાસ કરીને જાહેર સ્થળોએ લગાવેલા કેમેરાનું. આનું કારણ એ છે કે, કટોકટીના સમયે આ કેમેરા હેક થઈ શકે છે અને વ્યક્તિઓને નિશાન બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તાજેતરના સંઘર્ષોમાં આપણે જોયું છે કે, ઈરાન અને ઇઝરાયલમાં CCTV કેમેરા હેક કરીને લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

યુદ્ધ કે સાયબર વૉરમાં દુશ્મનો એક સોફ્ટ ટાર્ગેટ તરીકે CCTV કેમેરાનો ઉપયોગ કરી શકે છે. કારણ કે ભારતમાં CCTV કેમેરાની સિક્યુરિટીને લઈને કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. 

આ સમાચાર શેર કરો