મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ખબર નહોતી કે ભાજપની નેતા બબીતા ફોગાટ આવડી મોટી રમત રમશે, બ્રિજભૂષણ સામે એણે જ રેસલર્સને ઉશ્કેર્યા : સાક્ષી

ઓલિમ્પિયન સાક્ષી મલિકે ભાજપ નેતા બબીતા ​​ફોગાટને લઈને મોટો દાવો કર્યો છે. એક અહેવાલમાં સાક્ષી

ખબર નહોતી કે ભાજપની નેતા બબીતા ફોગાટ આવડી મોટી રમત રમશે, બ્રિજભૂષણ સામે એણે જ રેસલર્સને ઉશ્કેર્યા : સાક્ષી

ઓલિમ્પિયન સાક્ષી મલિકે ભાજપ નેતા બબીતા ​​ફોગાટને લઈને મોટો દાવો કર્યો છે. એક અહેવાલમાં સાક્ષીએ કહ્યું હતું કે બબીતા ​​ફોગાટ જ કુસ્તીબાજોને બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ ઉશ્કેર્યા હતા, કારણ કે તે બ્રિજ ભૂષણને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદેથી હટાવીને પોતે પ્રમુખ બનવા માગતી હતી. 

બબીતા ​​ફોગાટે ઘણા કુસ્તીબાજોને આ મામલે એક મીટિંગ માટે બોલાવ્યા

સાક્ષી મલિકે વધુમાં જણાવ્યું હતું કે, 'બબીતા ​​ફોગાટે ઘણા કુસ્તીબાજોને આ મામલે એક મીટિંગ માટે બોલાવ્યા હતા. જેમાં તેમણે કુસ્તીબાજોને રેસલિંગ ફેડરેશનની અંદર છેડતી સહિતની કથિત ગેરવર્તણૂક સામે વિરોધ કરવાની અપીલ કરી હતી.

તે WFI પ્રમુખ બનવા માંગતી હતી

જ્યારે સાક્ષીને પૂછવામાં આવ્યું કે શું તેના વિરોધને કોંગ્રેસ તરફથી સમર્થન મળી રહ્યું છે તો તેણે કહ્યું, 'આ ખોટું છે. ભાજપના બે નેતાઓ બબીતા ​​ફોગાટ અને તીરથ રાણાએ અમને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી અપાવવામાં મદદ કરી. બબીતા ​​ફોગાટે બ્રીજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરવાના વિચાર સાથે અમારો સંપર્ક કર્યો હતો, કારણ કે તેમનો પોતાનો એજન્ડા હતો. તે WFI પ્રમુખ બનવા માંગતી હતી.

'ખબર નહોતી કે બબીતા ​​આટલી મોટી રમત રમશે'

બબીતા ​​ફોગાટ વિશે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, 'અમને લાગ્યું કે તે (બબીતા) વિરોધમાં અમારી સાથે બેસીને સાથી રેસલર તરીકે ખોટાં કામો સામે અવાજ ઉઠાવશે. તે અમારા સંઘર્ષને સમજશે. પરંતુ અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે અમારી સાથે આટલી મોટી રમત રમશે.

આ સમાચાર શેર કરો