મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NCP નેતા બાબા સિદ્દિકીની અંતિમયાત્રા: મુંબઈના મરીન લાઈન્સ કબ્રસ્તાનમાં દફનવિધિ

બાબા સિદ્દિકીની અંતિમયાત્રા: મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજિત પવ

NCP નેતા બાબા સિદ્દિકીની અંતિમયાત્રા: મુંબઈના મરીન લાઈન્સ કબ્રસ્તાનમાં દફનવિધિ

બાબા સિદ્દિકીની અંતિમયાત્રા: મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજિત પવાર)ના કદાવર નેતા બાબા સિદ્દિકીને બાંદ્રા વિસ્તારના ખેર નગરમાં તેમના દીકરા અને ધારાસભ્ય જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર શનિવાર (12 ઓક્ટોબર) રાત્રે ત્રણ લોકોએ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને લિલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.

આજે બાબા સિદ્દિકીની અંતિમયાત્રામાં યોજાઈ રહી છે જેમાં દિગ્ગજ રાજકીય નેતાઓ અને બોલીવુડની હસ્તીઓ હાજર છે. NCP નેતા બાબા સિદ્દીકીને મુંબઈના મરીન લાઈન્સ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.

બાબા સિદ્દીકીના અંતિમ સંસ્કારમાં NCPની સમગ્ર ટોચની નેતાગીરીએ હાજરી આપી

બાબા સિદ્દીકીના અંતિમ સંસ્કારમાં NCPની સમગ્ર ટોચની નેતાગીરીએ હાજરી આપી હતી. બડા કબ્રસ્તાનમાં અજિત પવાર, પ્રફુલ પટેલ, સુનિલ તટકરે, છગન ભુજબળ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ પહોંચ્યા હતા. અભિનેતા જાવેદ જાફરી અને જય ભાનુશાલી, મુંબઈ નોર્થ ઈસ્ટના સાંસદ સંજય દિના પાટીલ પણ બડા કબ્રસ્તાન પહોંચ્યા હતા.

હત્યા એક પૂર્વ નિયોજિત કાવતરા હેઠળ કરાયાની શંકા

મુંબઈ પોલીસ બાબા સિદ્દિકીની હત્યાના અલગ અલગ પાસાઓથી તપાસ કરી રહી છે. જેમાં સોપારી લઈને હત્યા, બિઝનેસ પ્રતિસ્પર્ધી કે પછી આવાસ પુનર્વાસ પરિયોજનાને લઈને મળેલી ધમકીના પાસા પણ સામેલ છે. પોલીસે એક અધિકારીને જણાવ્યું કે, વિધાનસભામાં ત્રણ વખત બાંદ્રા (પશ્ચિમ) બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા એનસીપીના નેતા સિદ્દિકીની હત્યા એક પૂર્વ નિયોજિત કાવતરા હેઠળ કરાયાની શંકા છે.

હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીઓની થઈ ઓળખ

આ હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીઓની ઓખળ થઈ ચૂકી છે. પોલીસે બે કથિત હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. જેમની ઓળખ હરિયાણાના ગુરમેલ બલજીત સિંહ (23) અને ઉત્તર પ્રદેશના ધર્મરાજ રાજેશ કશ્યપ (19) તરીકે થઈ છે. શિવા કુમાર અને મોહમ્મ જીશાન અખ્તર નામના બે આરોપી ફરાર છે અને મુંબઈ પોલીસે તેમને પકડવા માટે 10 ટીમો બનાવી છે. આ વચ્ચે મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરમેલ સિંહને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ત્યારે ખુદને સગીર ગણાવનારા ધર્મરાજ કશ્યપની સાચી ઉંમર જાણવા માટે તેમનો બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાવવામાં આવશે. કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે.

આરોપીઓને છોડવામાં નહીં આવે, ફાંસીની માંગ કરવામાં આવશેઃ CM એકનાથ શિંદે

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, બાબા સિદ્દીકીની હત્યામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક ફરાર છે. અમે તેને સખતમાં સખત સજા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. પોલીસ સતત તપાસ કરી રહી છે. સરકાર સંપૂર્ણ રીતે આ કેસના મૂળ સુધી જશે. આની પાછળ જે પણ હશે, અમે તેને જરા પણ બક્ષશું નહીં. પોલીસ તેના સાચા સૂત્રધાર અને મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસને ફાસ્ટ ટ્રેક પર લઈ જવામાં આવશે અને કોર્ટમાં ફાંસીની સજાની માંગ કરવામાં આવશે. ગુનેગાર કોઈપણ હોય તેને બક્ષવામાં આવશે નહીં. મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો