મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આઝમ ખાનનો અંતે જેલમાંથી છુટકારો, 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી બહાર આવ્યા 

23 મહિના જેલમાં બંધ રહ્યા બાદ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન બહાર આવ્યા છે. પુત્ર અદીબ અને અબ્દુલ્લા આઝમ તેમને

આઝમ ખાનનો અંતે જેલમાંથી છુટકારો, 23 મહિના બાદ સીતાપુર જેલમાંથી બહાર આવ્યા 

23 મહિના જેલમાં બંધ રહ્યા બાદ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન બહાર આવ્યા છે. પુત્ર અદીબ અને અબ્દુલ્લા આઝમ તેમને લેવા માટે ઉત્તર પ્રદેશની સીતાપુર જેલ પહોંચ્યા હતા.આઝમ ખાન જેલમાંથી બહાર આવે તે પહેલા સીતાપુરમાં BSNની કલમ 163 લાગુ કરવામાં આવી છે અને જેલની બહાર ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે.

5 દિવસ પહેલા હાઇકોર્ટે આપ્યા હતા જામીન

આઝમ ખાન વિરૂદ્ધ 104 કેસ નોંધાયેલા છે. 5 દિવસ પહેલા હાઇકોર્ટે બાર પર કબ્જા સાથે જોડાયેલા કેસમાં જામીન આપ્યા હતા, તે સમયે પોલીસે શત્રુ સંપત્તિના કેસમાં નવી કલમ જોડી દીધી હતી. 20 સપ્ટેમ્બરે રામપુર કોર્ટે આ કલમને ફગાવી દીધી હતી જે બાદ જામીન પર છૂટવાનો રસ્તો સાફ થયો હતો. આ અંતિમ કેસ હતો જેના પર આઝમ ખાનને જામીન મળવાના બાકી હતા.

આઝમ ખાનને લેવા પહોંચેલી 25 ગાડીઓને દંડ ફટકારાયો

સીતાપુર જેલની બહાર આઝમ ખાનને લેવા માટે પહોંચેલા કાર્યકર્તાઓની 25 ગાડીઓને પોલીસે દંડ ફટકાર્યો છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે આ તમામ ગાડીઓ નો પાર્કિંગ ઝોનમાં ઉભી હતી. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ એક્શન લેવામાં આવ્યું છે.

આઝમ ખાન જેલની બહાર આવતા 2027ની યુપી વિધાનસભા ચૂંટણીમાં પડશે મોટો ફરક

મુરાદાબાદના સમાજવાદી પાર્ટીના સાંસદ રુચિ વીરાએ આઝમ ખાનના BSPમાં સામેલ થવાની અટકળો પર કહ્યું કે દરેક પાર્ટી દરેક મોટા નેતાઓને સામેલ કરવા માંગે છે. આઝમ ખાન જ્યારે જેલની બહાર આવશે તો આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. આઝમ ખાન જેલની બહાર આવતા 2027માં યોજાનાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ મોટો ફરક પડી શકે છે.

એવી પણ અટકળો છે કે 9 ઓક્ટોબરે યોજાનારા માયાવતીના કાર્યક્રમમાં તે BSPમાં સામેલ થઇ શકે છે. જોકે, તેમના પરિવાર તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. 

આ સમાચાર શેર કરો