લખનૌ-છપરા એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ટ્રેક પર મુકાયા મોટા પથ્થર: ષડયંત્રની તપાસ
છેલ્લા કેટલાક દિવસોથી અનેક રાજ્યોમાંથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસોને લગતા અહેવાલો વારંવાર આવી રહ્યા છે. હાલમા

છેલ્લા કેટલાક દિવસોથી અનેક રાજ્યોમાંથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસોને લગતા અહેવાલો વારંવાર આવી રહ્યા છે. હાલમાં જ રેલવેના પાટા પર ગેસ સિલિન્ડર, લોખંડનો સળીયો, વૃક્ષની ડાળીઓ વગેરે મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાના પ્રયાસો થયા ત્યાં હવે યુપીમાં એકસાથે બે ટ્રેનને ઉથલાવવાના પ્રયાસના અહેવાલ સામે આવ્યા છે.
એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસ
બલિયા-છાપરા રેલ્વે સેક્શન પર માંઝી અને બકુલહા સ્ટેશનો વચ્ચે માંઝી રેલ બ્રિજ પાસે બદમાશોએ ટ્રેન દુર્ઘટનાનું મોટું ષડયંત્ર રચ્યું છે. બદમાશોએ રેલવે ટ્રેક પર એક મોટો પથ્થર મુક્યો હતો. બદમાશોએ લખનૌ-છપરા એક્સપ્રેસને ટ્રેક પર પથ્થરો મૂકીને અકસ્માત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, લોકપાયલોટે કંટ્રોલ રૂમને જાણ કરી અને ટ્રેન રોકી દીધી. ઘટના બાદ રેલવેની ટીમે તપાસ શરૂ કરી હતી.
અચાનક બ્રેક મારવાથી મુસાફરોમાં ગભરાટ
સ્થાનિક લોકોનું કહેવું છે કે શનિવારે સવારે લખનૌ છપરા એક્સપ્રેસ ટ્રેન સમયસર બલિયાથી સુરેમાનપુર અને છપરા તરફ રવાના થઈ હતી. લગભગ 10.30 વાગ્યે માંઝી રેલવે બ્રિજની પૂર્વમાં 18-10 પર ટ્રેક પર એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. 18/27 થી 18/25 ની વચ્ચે અચાનક ટ્રેક પર મોટો પથ્થર જોતા ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી હતી. અચાનક બ્રેક લગાવવાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી એન્જિનનો સેફ્ટી ગાર્ડ બગડી ગયો.
બીજી ઘટના ક્યાં બની?
જ્યારે બીજી ઘટના મિરઝાપુરમાં જિવનાથપુર રેલવે સ્ટેશન નજીક આવેલી ડાઉન લાઈનના ટ્રેક પર બની હતી. જ્યાં રેલવે ટ્રેક પરથી અગ્નિશામક યંત્ર મળી આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ત્યાંથી માલગાડી પસાર થઇ રહી હતી. બંને ઘટનામાં લોકો પાઈલટની સમજદારીને કારણે મોટી દુર્ઘટનાઓ ટળી ગઇ હતી.








