મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હીના નવા મુખ્યમંત્રીની 12 વાગ્યે જાહેરાત, કેજરીવાલ LGને મળીને CM પદેથી આપશે રાજીનામું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે 4.30 વાગ્યે LGને મળીને મુખ્યમંત્રી પદેથી ર

દિલ્હીના નવા મુખ્યમંત્રીની 12 વાગ્યે જાહેરાત, કેજરીવાલ LGને મળીને CM પદેથી આપશે રાજીનામું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે 4.30 વાગ્યે LGને મળીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની 11.30 વાગ્યે બેઠક મળશે. 12 વાગ્યે દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે લીકર કૌભાંડ કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા બાદ બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી સોમવારે સીએમ આવાસ પર બેઠક યોજાઈ હતી. અરવિંદ કેજરીવાલે આપ આગેવાનો અને મંત્રીઓ સાથે વ્યક્તિગત મળીને ચર્ચા કરી, આ બેઠક પૂરી થયા પછી દિલ્હીના મંત્રી અને આપના આગેવાન સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે સીએમએ જાહેરાત કરી હતી કે તેઓ મંગળવારે રાજીનામુ આપી દેશે. 

લેફ્ટનન્ટ ગવર્નરે મંગળવાર સાંજે મળવાનો સમય આપ્યો

લેફ્ટનન્ટ ગવર્નરે મંગળવાર સાંજે મળવાનો સમય આપ્યો છે. તેથી તેઓ એલજીને આજે સાંજે રાજીનામુ આપે તેવી સંભાવના છે. આ બધા વચ્ચે દિલ્હીના નવા સીએમ કોણ હશે તેને લઈને ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં છે.  આ ઘટનાક્રમને લઈને કેજરીવાલે રાજકીય મામલાની સમિતિને બોલાવી હતી. કેજરીવાલે નવા મુખ્યમંત્રીના વિષય પર ઉપલબ્ધ બધા રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. તેમની પાસેથી ફીડબેક લીધું છે. આજે આપના વિધાનસભા પક્ષની બેઠક થશે અને આ ચર્ચાને બીજા તબક્કામાં લઈ જશે. 

વિધાનસભા પક્ષની બેઠક આજે સવારે સાડા અગિયાર વાગે થશે

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે આપના વિધાનસભા પક્ષની બેઠક આજે સવારે સાડા અગિયાર વાગે થશે. તેમા નવા સીએમના નામ પર ચર્ચા થશે. આમ આ બેઠક અરવિંદ કેજરીવાલ એલજીની મળશે તે પહેલા થશે. આબકારી નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર છૂટેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામુ આપવાની વાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેની સાથે તેમણે દિલ્હીમાં મહારાષ્ટ્રની સાથે જ નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકો તેમને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ ખુરશી પર નહીં બેસે. 

 નવા સીએમના નામ પર ચર્ચા શરૂ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પછી નવા સીએમના નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કૈલાસ ગેહલોત, ગોપાલ રાય અને આતિશીમાંથી કોઈ એકને સીએમની ખુરશી મળી શકે છે. જો કે હજી સુધી કોઈ નામ પર મહોર લાગી નથી.

 

આ સમાચાર શેર કરો