મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'તો હું મોદીજીનો પ્રચાર કરીશ...' જનતાની અદાલતમાં કેજરીવાલે PM મોદીને ફેંક્યો પડકાર

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છત્રસાલ સ્ટેડિયમમાં આયોજિત જનસભામાં ભાજપ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યુ

'તો હું મોદીજીનો પ્રચાર કરીશ...' જનતાની અદાલતમાં કેજરીવાલે PM મોદીને ફેંક્યો પડકાર

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છત્રસાલ સ્ટેડિયમમાં આયોજિત જનસભામાં ભાજપ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે, ડબલ એન્જિન સરકારનો અર્થ ડબલ લૂંટ છે. યુપીમાં છેલ્લા સાત વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે પણ તે ફેલ છે.

કેજરીવાલે PM મોદી પર કર્યા પ્રહાર

કેજરીવાલે જનસભાને સંબોધતા પીએમ મોદીના 10 વર્ષના કાર્યકાળ પર નિશાન ઉઠાવતા કહ્યું, આ લોકોએ 10 વર્ષ સુધી કંઇ કર્યું નથી. આવતા એક વર્ષમાં પીએમ મોદી 75 વર્ષની પાર થઇ જશએ તો ઓછામાં ઓછું કઇક તો કરીને જાવો. કેજરીવાલે કહ્યું કે, 'જો 22 રાજ્યમાં પીએમ મોદી વીજળી ફ્રી કરી દે તો હું મોદીજીનો પ્રચાર કરીશ.' દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન NDA શાસિત 22 રાજ્યમાં મફત વીજળી આપવાની જાહેરાત કરે છે તો હું ભાજપ માટે પ્રચાર કરીશ.'

છત્રસાલ સ્ટેડિયમમાં 'જનતા કી અદાલત'ને સંબોધતા AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, 'ભાજપની 22 રાજ્યમાં સરકાર છે, તમે તેમને પૂછજો કે તે એક રાજ્યનું નામ જણાવી દે, જ્યાં તેમને વીજળી મફત કરી હોય...ગુજરાતમાં 30 વર્ષથી તેમની સરકાર છે પણ તેમને એક પણ સ્કૂલ બરાબર નથી કરાવી...22 રાજ્યમાં તેમની સરકાર છે. એક કામ તો જણાવી દો જે તેમને સારૂ કર્યું હોય. આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે પીએમ મોદી રિટાયર થઇ જશે. હું તમને પડકાર આપવા માંગુ છું કે એક વર્ષમાં 22 રાજ્યમાં કોઇ એવું કામ કરીને બતાવો જે દિલ્હીમાં થયું છે...10 વર્ષમાં તેમને કઇ કર્યું નથી. જ્યારે તમે રિટાયર થઇ જશો ત્યારે એમ વિચારશો કે તમે 10 વર્ષ તો કઇ કર્યું નથી પરંતુ 11માં વર્ષમાં કંઇક કર્યું. આજે હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે ફેબ્રુઆરીમાં દિલ્હીની ચૂંટણી છે. ફેબ્રુઆરી પહેલા આ 22 રાજ્યોમાં વીજળી ફ્રી કરી દો હું દિલ્હીની ચૂંટણીમાં મોદીજીનો પ્રચાર કરીશ.."

કેજરીવાલે કહ્યું, 'યુપીમાં છેલ્લા 7 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે. લોકસભા ચૂંટણીાં તેમની બેઠક અડધી થઇ ગઇ. મણિપુરમાં પણ 7 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે. મણિપુર બે વર્ષથી સળગી રહ્યું છે.'

કેજરીવાલે દિલ્હી પોલીસની કાર્યપ્રણાલી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કેજરીવાલે કહ્યું, "દિલ્હીની સુરક્ષા ભાજપના આધીન છે, પોલીસ તેમની પાસે છે છતાં પણ દિલ્હીમાં ક્રાઇમ પર લગામ કેમ નથી લાગી રહી? જ્યારે આ સુરક્ષાની જવાબદારી સંભાળી શકતા નથી તો બીજાને કામ કરવા દો.'

આ સમાચાર શેર કરો