મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મામલે ફેન્સ ચોંકી ગયા હતા. પોલીસે આ મામલે

શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મામલે ફેન્સ ચોંકી ગયા હતા. પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરીને રાયપુરના એક વ્યક્તિ ફૈઝાન ખાનની અટકાયત કરીને તપાસ શરૂ કરી. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. પોલીસે મંગળવારે સવારે કથિત રીતે ફૈઝાન ખાનની તેના ઘરેથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ VIDEO: કાળિયાર કેસ સાથે જોડાયેલો સલમાનનો જૂનો વીડિયો થયો વાયરલ

ફૈઝાન ખાન કોર્ટમાં હાજર થશે

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે મુંબઈ પોલીસે ફૈઝાન ખાનની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી હતી. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને ધમકી આપવાના કેસમાં ફૈઝાનની ધરપકડ કરવા માટે વહેલી સવારે મુંબઈ પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને રાયપુર પહોંચી હતી. ફૈઝાનને મંગળવારે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
 
ફૈઝાને કહ્યું હતું કે તે 14 નવેમ્બરે બાંદ્રા પોલીસમાં નિવેદન નોંધાવવા માટે મુંબઈ આવશે. જો કે, તેના પરિચિતોએ જણાવ્યું હતું કે તેને છેલ્લા બે દિવસથી ઘણી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો કે, સુરક્ષાના કારણોસર તે શારીરિક રીતે પ્રત્યક્ષ નહીં પરંતુ ઓડિયો-વિડિયો માધ્યમ દ્વારા તેમની સામે હાજર થવા માંગે છે. CSP અજય સિંહ દ્વારા ફૈઝાન ખાનની ધરપકડ કર્યાની જાણ છત્તીસગઢ પોલીસને પણ કરી દેવામાં આવી છે.

શાહરૂખને ધમકી મળ્યા બાદ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસને કોલ ટ્રેસ કરતા જાણવા મળ્યું કે, આ ફોન રાયપુરથી કરાયો હતો. જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે ફૈઝાન ખાન નામના વ્યક્તિનો હોવાનું બહાર આવ્યું હતું. જેની રાયપુરમાં પોલીસે પૂછપરછ કરી હતી. ફૈઝાને કહ્યું હતું કે તેનો ફોન 5 દિવસ અગાઉ એટલે કે 2જી નવેમ્બરે ચોરાયો હતો.

શાહરૂખને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી

5 નવેમ્બરે બપોરે 1.21 વાગ્યે બાંદ્રા પોલીસને શાહરૂખ ખાનના નામે ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું, 'શાહરુખ ખાન મન્નત બેન્ડ સ્ટેન્ડવાળો છે... જો તે મને 50 લાખ રૂપિયા નહીં આપે તો હું તેને મારી નાખીશ.' જ્યારે પોલીસે ફોન કરનારને તેની ઓળખ વિશે પૂછ્યું તો તેનો જવાબ મળ્યો, 'મારું નામ શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી... જો તમારે લખવું જ હોય ​​તો મારું નામ હિન્દુસ્તાની લખો.

આ સમાચાર શેર કરો