Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Salman's old video related to the black buck case goes viral

VIDEO: કાળિયાર કેસ સાથે જોડાયેલો સલમાનનો જૂનો વીડિયો થયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2024
લાઇવ ટીવીGoogle News

26 વર્ષ જૂનો કાળિયાર કેસ હજુ પણ સલમાન ખાનનો પીછો નથી છોડી રહ્યો. આ કેસના કારણે એક્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. તેને ગેંગ તરફથી ઘણી વખત ધમકીઓ મળી છે. તેમજ થોડા મહિના પહેલા તેના ઘરની બહાર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે, સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

App Store

આ પણ વાંચોઃ- 'પુષ્પા 2'નું કાઉન્ટડાઉન શરૂ, મેકર્સે રિલીઝ કર્યું અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલનું ફેસ-ઓફ પોસ્ટર

વાયરલ થયો સલમાનનો જૂનો વીડિયો

સલમાનને સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ સમયનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં સલમાન ખાન બોલ્ડ અંદાજમાં બેઠેલો જોઈ શકાય છે. તે સમયે સલમાન ખાનને પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા હતા. આ પછી તેને જોધપુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તે આ કેસ પર કેટલાક લોકો સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.

સલીમ ખાને પણ કર્યો દીકરાનો બચાવ

તાજેતરમાં જ સલમાનના પિતા સલીમ ખાને એક વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેમના દીકરાએ કાળા હરણનો શિકાર નથી કર્યો. તેણે કહ્યું કે, સલમાનને શિકારનો શોખ નથી. તેના કહેવા પ્રમાણે સલમાને તેને કહ્યું હતું કે, તેણે હરણને માર્યું નથી.

આ ફિલ્મમાં જોવા મળશે સલમાન

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં ‘સિકંદર’ નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થવાની છે. આ સિવાય સલમાન પાસે ‘કિક 2’ પણ છે. જોકે, ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.