મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભામાં કોંગ્રેસની નવી ટીમની જાહેરાત, આ નેતાને ડેપ્યુટી લીડર બનાવવામાં આવ્યા

લોકસભામાં કોંગ્રેસની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગૌરવ ગોગોઇને લોકસભામાં કોંગ્રેસે ડેપ્યુટી લીડર બનાવ્યા

લોકસભામાં કોંગ્રેસની નવી ટીમની જાહેરાત, આ નેતાને ડેપ્યુટી લીડર બનાવવામાં આવ્યા

લોકસભામાં કોંગ્રેસની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. ગૌરવ ગોગોઇને લોકસભામાં કોંગ્રેસે ડેપ્યુટી લીડર બનાવ્યા છે. રાહુલ ગાંધી લોકસભામાં કોંગ્રેસના નેતા છે. ગૌરવ ગોગોઇ લોકસભામાં પણ કોંગ્રેસના ડેપ્યુટી લીડર હતા.

આ સિવાય કે સુરેશને ચીફ વ્હીપ અને મણિકમ ટાગોર, મોહમ્મદ જાવેદને વ્હીપ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીએ લોકસભા અધ્યક્ષને નવી નિમણૂકની જાણકારી આપી હતી.

કોણ છે ગૌરવ ગોગોઇ?

ગૌરવ ગોગોઇ આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇના પુત્ર છે. ગૌરવ ગોગોઇએ આ પહેલા 2020થી લોકસભામાં કોંગ્રેસના ઉપનેતાનું પદ સંભાળ્યું હતું. આ વખતે જોરહાટ બેઠક પરથી કોંગ્રેસના ગૌરવ ગોગોઇએ  ભાજપના તપન કુમાર ગોગોઇને 1,44,393 મતથી હરાવીને જીત મેળવી હતી.

જો કે સુરેશની વાત કરીએ તો 18મી લોકસભામાં તેમને સ્પીકર પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તે કેરળના માનેલિકારાથી કોંગ્રેસના લોકસભાના સાંસદ છે. તે આઠમી વખત જીતીને સદનમાં પહોંચ્યા છે. વર્તમાનમાં તે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા લોકસભાના સાંસદ છે.

મણિકમ ટાગોર અને મોહમ્મદ જાવેદ કોણ છે?

મણિકમ ટાગોર વિરૂધુનગર બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ છે. તે પ્રથમ વખત વર્ષ 2009ની 15મી લોકસભા માટે ચૂંટાયા હતા. તે બાદ તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ જીત મેળવી હતી.

મોહમ્મદ જાવેદે આ વખતે લોકસભા ચૂંટણીમાં બિહારના કિશનગંજ લોકસભા બેઠક પરથી જીત મેળવી હતી, તેમને JDUના મુજાહિદ આલમને હરાવ્યા હતા. 2019 લોકસભા ચૂંટણીમાં પણ તેમને કિશનગંજથી જીત મેળવી હતી. ડૉક્ટર જાવેદના પિતા પણ કિશનગંજના ધારાસભ્ય હતા.

આ સમાચાર શેર કરો