મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલનું નિધન 

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના પત્ની અનિતા ગોયલનું ગુરુવારે સવારે અવસાન થયું છે. પરિવારના નજીકના

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલનું નિધન 

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના પત્ની અનિતા ગોયલનું ગુરુવારે સવારે અવસાન થયું છે. પરિવારના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "તેમનું સવારે 3 વાગ્યાની આસપાસ અવસાન થયું. તેઓ ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમના મૃતદેહને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી રહ્યો છે." ઉલ્લેખનીય છે કે, નરેશ ગોયલ હાલમાં તેમના મુંબઈના ઘરે છે. 

નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલનું સવારે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે.અનિતા ગોયલના પરિવારમાં તેમના પતિ અને બે બાળકો નમ્રતા અને નિવાન ગોયલ છે. આ મહિનાની શરૂઆતમાં, નરેશ ગોયલે તેની પત્ની સાથે રહેવા માટે તબીબી અને માનવીય આધાર પર બોમ્બે હાઈકોર્ટ પાસેથી વચગાળાના જામીનની માંગ કરી હતી.

તેમના વકીલોએ કહ્યું હતું કે "અનીતા ગોયલની હાલત અતિ ગંભીર છે અને જીવનના થોડા જ દિવસો બાકી છે. અને તે ઈચ્છે છે કે સાથે રહે છે". બંને પતિ-પત્ની કેન્સરની સારવાર લઈ રહ્યા હતા.

6 મેના રોજ જામીન અરજી પર સુનાવણી પછી, જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને મની લોન્ડરિંગ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી 2 મહિનાના વચગાળાના તબીબી જામીન મળ્યા હતા. જો કે તેના પર મુંબઈની બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

મની લોન્ડરિંગના આરોપમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

નરેશ ગોયલની સપ્ટેમ્બર 2023માં મની લોન્ડરિંગના આરોપમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કેનરા બેંક દ્વારા જેટ એરવેઝને આપવામાં આવેલી 539 કરોડ રૂપિયાની લોનનો કથિત રીતે ગેરઉપયોગ કર્યો હતો. EDએ ચાર્જશીટ દાખલ કર્યા બાદ નવેમ્બર 2023માં અનિતા ગોયલની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, કેન્સરને કારણે તેમની તબિયત બગડતી હોવાથી વિશેષ અદાલતે તે જ દિવસે તેમને જામીન આપ્યા હતા.

આ સમાચાર શેર કરો