અમિત શાહનું લક્ષ્ય, 2026 સુધી 'લાલ આતંક'નો અંત; નક્સલીઓના ખાત્માની શરૂઆત
છત્તીસગઢના બીજાપુરમાં મહારાષ્ટ્ર બોર્ડર પર જવાનોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. બે જવાન શહીદ અને બે જવાન ઘાયલ

છત્તીસગઢના બીજાપુરમાં મહારાષ્ટ્ર બોર્ડર પર જવાનોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. બે જવાન શહીદ અને બે જવાન ઘાયલ થયા છે. છત્તીસગઢમાં સુરક્ષાદળના જવાન સતત નક્સલીઓ વિરૂદ્ધ મોટા ઓપરેશન ચલાવી રહ્યા છે.
31 નક્સલીઓ ઠાર
છત્તીસગઢમાં પંચાયત ચૂંટણી પહેલા બીજાપુર જિલ્લામાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ પાર્ક વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુત્રો અનુસાર આ અથડામણમાં જવાનોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે.
નક્સલીઓના અંતની શરૂઆત
જાસુસી સુરક્ષા એજન્સીના સુત્રો અનુસાર, છત્તીસગઢમાં સતત પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણનું કારણ સ્પષ્ટ છે. કેન્દ્રથી લઇને રાજ્ય સરકાર સુધી નક્સલીઓનો ખાત્મો કરવાનો દૃઢ નિશ્ચય કરવામાં આવ્યો છે. એવામાં સુરક્ષા દળોના નવા નવા કેમ્પ લગાવવામાં આવી રહ્યાં છે. આ કારણે બીજાપુર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે આ સૌથી મોટા ઓપરેશન થયા છે. લાલ આતંક ક્યાકને ક્યાક સુરક્ષાદળોના કેમ્પ ખુલવાથી ડરી ગયા છે.
ગૃહમંત્રી અમિત શાહનું લક્ષ્ય
ગૃહમંત્રી અમિત શાહનું વિઝન માર્ચ 2026માં ભારતને નક્સલ મુક્ત કરવાનું છે. બીજાપુરમાં 31 નક્સલીઓને ઠાર મારવા છત્તીસગઢમાં સુરક્ષાકર્મીઓ માટે મોટી સફળતા છે. આ સિવાય સાઉથ બસ્તર રીઝન, જે સુકમા પાસે છે ત્યાં પહેલાથી જ નક્સલીઓ વિરૂદ્ધ એક અભિયાન ચાલી રહ્યું છે. ત્યાંથી નક્સલી વેસ્ટ બસ્તર એરિયા કમિટીના લોકો પાસે આવી રહ્યાં છે.
તાજેતરનું નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશન
આ રણનીતિ હેઠળ, નક્સલીઓના 50 કેડરનું એક ગ્રુપ બીજાપુરના નેશનલ પાર્ક પાસે ભેગુ થયુ હતું. છત્તીસગઢ પોલીસ અને ડ્રગ પોલીસના જવાનોને તેની જાણ થઇ હતી અને તરત જ વેસ્ટ બસ્તર એરિયા કમિટી પાસે ભેગી થયેલી નક્સલીઓની આ ટુકડીને ઘેરી લીધી હતી. 12 કલાક સુધી નક્સલીઓ વિરૂદ્ધ બીજાપુરમાં આ મોટું ઓપરેશન ચાલ્યું હતું. નક્સલીઓ પાસે મોટી સંખ્યામાં દારૂગોળો પણ હતો. એક એક કરીને નક્સલીઓના મહત્ત્વપૂર્ણ કેડરને ઠાર મારવામાં આવ્યા અને 12 કલાકની અંદર 31 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
100 નક્સલીઓનો સફાયો
સુરક્ષા એજન્સીના સુત્રો અનુસાર, આ માર્યા ગયેલા નક્સલીઓમાં કેટલાક 5 લાખ ઇનામી અને 8 લાખ ઇનામી નક્સલી પણ સામેલ છે. છત્તીસગઢમાં આ વર્ષે કૂલ 86 નક્સલી માર્યા ગયા છે, નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશનમાં આ સુરક્ષાદળોની ઘણી મોટી સફળતા છે.








