છત્તીસગઢના બીજાપુરના જંગલમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા; સર્ચ ઓપરેશન ચાલુ
નક્સલવાદની સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોને ફરી એકવાર એક મોટી સફળતા મળી છે. છત્તીસગ

નક્સલવાદની સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષા દળોને ફરી એકવાર એક મોટી સફળતા મળી છે. છત્તીસગઢના બીઝાપુરમાં રવિવારે (9 ફેબ્રુઆરી) વહેલી સવારે અથડામણ દરમિયાન 31 નક્સલીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન 2 જવાન શહીદ થયા અને અન્ય 2 ઘાયલ છે.
મળતી માહિતી મુજબ, વીઝાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે (9 ફેબ્રુઆરી) આ અથડામણ થઈ હતી. બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે. અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ગોળીબારમાં ઘાયલ થયાં છે. આ સિવાય ઘટનાસ્થળેથી ઑટોમેટિક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ રહે છે
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારના જંગલમાં સુરક્ષા દળોની એક ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી પર હતી ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ અધિકારીએ કહ્યું, "પ્રારંભિક માહિતી અનુસાર, એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ માર્યા ગયા." તેમણે કહ્યું કે વિસ્તારમાં હજુ પણ વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ છે. ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
દાંતેવાડામાં છ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
આ પહેલા ૫ ફેબ્રુઆરીએ દાંતેવાડા જિલ્લામાં પાંચ મહિલા નક્સલીઓ સહિત છ નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં લોન વારતુ (ઘરે પાછા આવો) અભિયાનથી પ્રભાવિત થઈને, પાંચ મહિલા નક્સલીઓ, હુંગા ઉર્ફે હરેન્દ્ર કુમાર માડવી (30), આયતે મુચાકી (38), શાંતિ ઉર્ફે જિમ્મે કોરમ (28), હુંગી સોડી (29), હિડમે માર્કમ (30) અને જોગી સોડી (35) સહિત છ નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
તેમણે કહ્યું કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓ માલંગર એરિયા કમિટીના બર્ગમ પંચાયતમાં સક્રિય હતા. નક્સલવાદીઓ પર રસ્તા ખોદવાનો, નક્સલી બેનરો અને પોસ્ટરો લગાવવાનો અને અન્ય ઘટનાઓમાં સામેલ હોવાનો આરોપ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ, આત્મસમર્પણ કરનારા નક્સલીઓને છત્તીસગઢ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી અન્ય સુવિધાઓ જેમ કે માસિક રૂ. 10000 ની નાણાકીય સહાય, ત્રણ વર્ષ માટે મફત રહેઠાણ અને ભોજન, કૌશલ્ય વિકાસ માટે તાલીમ, ખેતીની જમીન વગેરે સહિત 25000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે લોન વારાતુ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કુલ 900 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં 212 પુરસ્કાર પ્રાપ્ત નક્સલીઓનો સમાવેશ થાય છે.








