છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 16 નક્સલીઓ ઠાર; કુકર બોમ્બ પણ મળ્યા
છત્તીસગઢના ગરિયાબંદમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોની ગરિયાબંધમાં નક્સલી

છત્તીસગઢના ગરિયાબંદમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોની ગરિયાબંધમાં નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 16 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. સોમવારથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષાદળોએ 16 નક્સલીઓને ઠાર માર્યા છે. આ અથડામણમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો એક નક્સલી પણ માર્યો ગયો છે.
16 નક્સલી ઠાર
સુરક્ષાદળોએ ગરિયાબંદમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવ્યું છે. એવામાં જંગલમાં સંતાયેલા નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન 16 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. અત્યારે સુરક્ષાદળોનું તપાસ અભિયાન ચાલકુ છે. માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યામાં વધારો પણ થઇ શકે છે.
કુકર બોમ્બ પણ મળી આવ્યા
ગરિયાબંદમાં સુરક્ષાદળોને 'નક્સલ વિરોધી અભિયાન' દરમિયાન ઘટનાસ્થળેથી કુકર બોમ્બ પણ મળી આવ્યો છે.આ પહેલા સુરક્ષાદળોએ 16 જાન્યુઆરીએ ચલાવવામાં આવેલા તપાસ અભિયાનમાં બીજાપુર જિલ્લામાં 12 નક્સલીઓને ઠાર માર્યા હતા.








